Corona Delta Variant: EU એ કહ્યું- યુરોપમાં ઓગસ્ટના અંત સુધી 90% નવા કોવિડ કેસ ડેલ્ટા વેરિએન્ટના હશે
યુરોપિયન સેન્ટર સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ઈસીડીસી) એ કહ્યું- ડેલ્ટા વેરિએન્ટ અન્ય સર્કુલેટિંગ વેરિએન્ટની તુલનામાં વધુ સંક્રામક છે.
Trending Photos
લંડનઃ ભારતમાં પ્રથમવાર સામે આવેલા ડેલ્ટા વેરિએન્ટ આવનારા મહિનામાં યુરોપિય યુનિયનમાં 90 ટકા નવા કોવિડ કેસ માટે જવાબાર હોઈ શકે છે. યુરોપિયન સેન્ટર સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ઈસીડીસી) એ કહ્યું- ડેલ્ટા વેરિએન્ટ અન્ય સર્કુલેટિંગ વેરિએન્ટની તુલનામાં વધુ સંક્રામક છે અને અમારૂ અનુમાન છે કે યુરોપિય સંઘમાં નવા કેસમાં તે 90 ટકા પ્રતિનિધિત્વ કરશે. મહત્વનું છે કે ઈસીડીસી યુરોપિયન યુનિયનની એક એજન્સી છે જેનું મિશન સંક્રામક રોગો વિરુદ્ધ યુરોપની રક્ષાને મજબૂત કરવાનું છે.
ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટે વધારી મુશ્કેલી
મહત્વનું છે કે ભારતમાં બીજી કોરોના લહેર માટે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હતો. તે 80 દેશોમાં જોવા મળ્યો છે. પરંતુ હવે ભારત સરકારની ચિંતા ડેલ્ટા પ્લસ વેરિએન્ટે વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાયરસને "વેરિએન્ટ ઓફ કન્સર્ન'ની શ્રેણીમાં રાખ્યો છે અને દેશમાં તેના 40થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. આ કેસ કેરલ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સામે આવ્યા છે. આ રાજ્યોને કેન્દ્ર સરકારે પત્ર પણ લખ્યો છે.
9 દેશોમાં જોવા મળ્યો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ
ભારત સિવાય કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 9 દેશોમાં જોવા મળ્યો છે. આ દેશ છે યૂએસએ, યૂકે, સ્વિત્ઝર્લેન્ડ, પોર્ટુગલ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન, રશિયા અને ભારત. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ઝડપથી સંક્રમિત કરે છે. તે ફેફસાને સંક્રમિત કરે છે અને મોનોક્લોનલ એન્ટીબોડી પ્રતિક્રિયામાં સંભવિત કમી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે