વાહ શાબાશ! દીકરીઓ માટે એક પિતા મા બની ગયો, કાયદેસર લિંગ ચેન્જ કરાવી લીધું

Daughter's Custody: એક પિતાએ પુત્રીઓની કસ્ટડી મેળવવા માટે કંઈક એવું કર્યું કે તમે એની કલ્પના પણ ના કરી શકો, મામલો એક્વાડોરનો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાહ શાબાશ! દીકરીઓ માટે એક પિતા મા બની ગયો, કાયદેસર લિંગ ચેન્જ કરાવી લીધું

Man Changed Gender For Daughter’s Custody: માતા તેના બાળકો માટે કોઈપણ હદે જઈ શકે છે. આ વાતને સાબિત કરવા માટે તમે ઘણી વાર્તાઓ સાંભળી અને વાંચી હશે, પરંતુ એક પિતાએ પોતાની દીકરીઓની કસ્ટડી મેળવવા માટે તમે કલ્પના પણ ન કરી શકો એવી વાસ્તવિકતામાંથી પસાર થયો છે. આ મામલો એક્વાડોરનો છે. જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા તો બધા તેને વાંચીને દંગ રહી ગયા. આવો જાણીએ શું છે મામલો?

એક એક્વાડોરીયન વ્યક્તિએ તેની પુત્રીઓની કસ્ટડી મેળવવા માટે રજિસ્ટ્રી ઑફિસમાં જઈને કાયદેસર રીતે તેનું લિંગ બદલ્યું છે. પત્નીને છૂટાછેડા આપ્યા બાદ તે પોતાની પુત્રીઓને પોતાની સાથે રાખવા માંગતો હતો. પરંતુ એક્વાડોરનો કાયદો આડે આવી રહ્યો હતો. 47 વર્ષીય રેને સેલિનાસ રામોસ તેની પત્નીથી અલગ થઈ ગયા હતા પણ તે પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો. જો કે, એક્વાડોરના કાયદાને કારણે, તેઓ હજુ પણ તેમની પુત્રીઓની કસ્ટડી મેળવી શક્યા નથી.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી

રેને કહે છે કે જ્યારે બાળકોની કસ્ટડીની વાત આવે છે ત્યારે તેમના દેશનો કાયદો પિતા કરતાં માતાને પ્રાથમિકતા આપે છે. તેમને લાગ્યું કે કદાચ પિતા હોવાને કારણે તે દીકરીઓને પોતાની સાથે રાખી શકશે નહીં. તેથી જ તેઓ પુત્રીઓ ખાતર કાયદાકીય રીતે તેમનું લિંગ બદલીને હવે મહિલા બની ગયા છે.

રેને ગંભીર આક્ષેપો કર્યા હતા
રેનેનો આરોપ છે કે તેની પુત્રીઓ તેની માતા સાથે ખરાબ વાતાવરણમાં રહે છે. તેણે 5 મહિનાથી દીકરીઓને જોઈ નથી. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા રેનેએ કહ્યું, 'કાયદો કહે છે કે કસ્ટડીનો અધિકાર મહિલા પાસે છે. તેથી, હવે હું એક સ્ત્રી છું અને હવે હું એક માતા પણ છું. તેમણે આગળ કહ્યું, 'હું જાણું છું કે મેં શું કર્યું છે. તે એક ખોટી માન્યતા છે કે પુરુષો માતા કરતા ઓછા બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ છે. હું પણ દીકરીઓને માતાની જેમ પ્રેમ અને રક્ષણ આપી શકું છું. 

રેની કહે છે કે, આ દેશમાં પિતા બનવું એ અભિશાપ સમાન છે. અહીં પુરૂષોને માત્ર પ્રોવાઈડર તરીકે જોવામાં આવે છે. વાઇસ ન્યૂઝ અનુસાર, રેનીના લિંગ પરિવર્તનના મુદ્દે, LGBTQ સમુદાયનું માનવું છે કે ભવિષ્યમાં તેનો દુરુપયોગ થઈ શકે છે. આ પગલાથી તેઓ ટ્રાન્સજેન્ડર અધિકારોને પ્રોત્સાહન આપવા માટે બનેલા કાયદાને લઈને ચિંતિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news