Gunmen storm Ecuador TV studio: ઈક્વાડોરમાં ટીવી સ્ટુડિયોમાં ઘૂસ્યા બંદૂકધારીઓ, લાઈવ શોમાં કર્યું યુદ્ધનું એલાન!

ઈક્વાડોરથી એક ખુબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કેટલાક બંદૂકધારીઓ એક ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા અને આ નકાબપોશ બંદૂકધારીઓએ ત્યાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓને મારી નાખવાની ધમકી આપી. 

Gunmen storm Ecuador TV studio: ઈક્વાડોરમાં ટીવી સ્ટુડિયોમાં ઘૂસ્યા બંદૂકધારીઓ, લાઈવ શોમાં કર્યું યુદ્ધનું એલાન!

ઈક્વાડોરથી એક ખુબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કેટલાક બંદૂકધારીઓ એક ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા અને આ નકાબપોશ બંદૂકધારીઓએ ત્યાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓને મારી નાખવાની ધમકી આપી. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ મુજબ ગુઆયાક્વિલ શહેરમાં ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં ચહેરો ઢાકેલા લોકો ઘૂસી ગયા અને જોરથી બૂમ પાડીને કહ્યું કે તેમની પાસે બોમ્બ છે. આ દરમિયાન લાઈવ ટીવી પર ફાયરિંગનો અવાજ પણ સંભળાયો. બંદૂકધારીઓએ કર્મચારીઓને જમીન પર સૂઈ જવા કહ્યું. એક બંદૂકધરી કર્મચારીના માથે બંદૂક તાણતો અને ધમકાવતો પણ જોવા મળ્યો. એક મહિલા એવું પણ કહેતી સંભળાઈ કે ગોળી ન મારો, પ્લીઝ  અમને ગોળી ન મારો. 

આ દરમિાયન લગભગ 30 મિનિટની અફરાતફરી બાદ પોલીસ અધિકારીઓ સ્ટુડિયોમાં પ્રવેશતા જોવા મળ્યા, ત્યારે કોઈએ કહ્યું કે તેમનો એક સાથી ઘાયલ છે. ત્યારબાદ હુમલાકોરો કથિત રીતે અનેક બંધકો સાથે સ્ટુડિયોની  બહાર નીકળતા જોવા મળ્યા. પોલીસે આ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. 

— Reuters (@Reuters) January 9, 2024

ઈક્વાડોરના રાષ્ટ્રપતિ ડેિયલ નોબોઆએ મંગલવારે દેશના શક્તિશાળી અપરાધી ગેંગ્સ વિરુદ્ધ સૈન્ય અભિયાનનો આદેશ આપ્યો હતો ત્યારબાદ આ ઘટના સામે આવી છે. દેશના હાલના શક્તિશાળી ગેંગ લીડરમાંના એક એડોલ્ફો મેસિયાસ વિલમરના જેલથી ભાગ્યા બાદ નોબોઆ સરકારે દેશમાં 60 દિવસ માટે ઈમરજન્સીની જાહેરાત કરી છે. ફિટો નામથી કુખ્યાત આ શક્તિશાળી ગેંગ લીડર દેશની સૌથી વધુ સુરક્ષિત ગણાતી જેલમાંથી  ભાગ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે ટીવી સ્ટુડિયોમાં ઘૂસેલા બંદૂકધારીઓને આ ગેંગસ્ટર સાથે સંબંધ છે કે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news