દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા માટે ભારતને મળ્યો આ દેશનો સાથ, બનાવી નવી રણનીતિ

દક્ષિણ એશિયામાં ચીન(China)ના વધતા પ્રભાવને જોતા ભારત(India) એક નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભારત અને જાપાન ડ્રેગન સાથે મુકાબલો કરવા માટે ત્રીજા વિશ્વના દેશોને સાથે લાવવાની સંભાવનાઓ શોધી રહ્યા છે.

દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા માટે ભારતને મળ્યો આ દેશનો સાથ, બનાવી નવી રણનીતિ

નવી દિલ્હી: દક્ષિણ એશિયામાં ચીન(China)ના વધતા પ્રભાવને જોતા ભારત(India) એક નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભારત અને જાપાન ડ્રેગન સાથે મુકાબલો કરવા માટે ત્રીજા વિશ્વના દેશોને સાથે લાવવાની સંભાવનાઓ શોધી રહ્યા છે. વિદેશમંત્રી એસ.જયશંકરે ગુરુવારે કહ્યું કે 'અમે ત્રીજા વિશ્વના દેશો સાથે ભાગીદારીના વ્યવહારિક પહેલુઓ પર વિચાર કરી રહ્યા છીએ.' 

ઈન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કી  (FICCI) તરફથી આયોજિત કરાયેલી વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે ભારત અને જાપાન પાસે રશિયાના far east  (Russian far east)અને પ્રશાંત મહાસાગરના ટાપુ દેશો (Pacific Island Countries) સાથે કામ કરવાની તક છે. તેમણે કહ્યું કે આપણે એ ક્ષેત્રોને જોવા પડશે જ્યાં ભેગા મળીને આપણે કામ કરી શકીએ છીએ. પહેલો વિકલ્પ છે રશિયાના આંતરિયાળ પૂર્વ વિસ્તારમાં આર્થિક સહયોગની સંભાવના, કારણ કે ભારતે ત્યાંના આર્થિક પ્રોજેક્ટ્સમાં ભાગીદારી વિશે રસ દાખવ્યો છે. બીજો વિકલ્પ છે પ્રશાંત મહાસાગરના ટાપુ દેશો જ્યાં ભારતે પોતાના વિકાસની ભાગીદારી અને રાજનીતિક પહોંચ વધારી છે. 

ભારત પહોંચ મજબૂત કરી રહ્યું છે
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાર્ષિક ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ગત વર્ષ વ્લાદિવોસ્તોક (Vladivostok) ગયા હતાં. આ દરમિયાન તેમણે Russian far east વિસ્તારમાં પ્રોજેક્ટ્સ માટે એક અબજ ડોલરના લાઈન ઓફ ક્રેડિટની જાહેરાત કરી હતી. નવી દિલ્હી-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન એટલે કે FIPIC જેવા ફોરમના માધ્યમથી પ્રશાંત દ્વિપના દેશો સુધી પોતાની પહોંચ મજબૂત કરવામાં લાગ્યુ છે. આ ફોરમમાં ભારત સહિત 14 પ્રશાંત ટાપુ દેશો છે. 

શ્રીલંકામાં ચાલે છે જોઈન્ટ પ્રોજેક્ટ્સ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે બંને દેશો ત્રીજા વિશ્વના દેશોની સંભાવના પર કામ કરી રહ્યા છે. શ્રીલંકામાં જોઈન્ટ પ્રોજેક્ટ્સ ચાલે છે અને ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમે એ જોવાની કોશિશ કરી રહ્યા છીએ કે શું બાંગ્લાદેશ અને મ્યાંમારને આ પ્રકારે સાથે લાવી શકાય છે ખરા, ભારત અને જાપાન 'એક્ટ ઈસ્ટ ફોરમ'ના માધ્યમથી ભાગીદારી આગળ વધારી રહ્યા છે. જેની અધ્યક્ષતા ભારતના વિદેશ સચિવ અને દિલ્હીમાં જાપાનના રાજદૂત કરે છે. 

સંબંધો થઈ રહ્યા છે મજબૂત
જયશંકરે જાપાનને  ભારતનો સૌથી ભરોસાપાત્ર સાથી અને એશિયામાં આધુનિકીકરણના પ્રેરણાસ્ત્રોત ગણાવતા કહ્યું કે મારુતિ ક્રાંતિ, મેટ્રો ક્રાંતિ અને બુલેટ ક્રાંતિ જાપાનના ઈતિહાસ અને તેની ક્ષમતાના કારણે જ સફળ થઈ શકી. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આપસી સંવાદ અને સંબંધોને વધુ સારા કરવાની કોશિશોના પગલે જ બંને દેશો આટલા નજીક આવી શક્યા છે. વિદેશમંત્રીએ  કહ્યું કે બંને દેશોના સંબંધો એકદમ મજબૂત છે અને સતત મજબૂત થઈ રહ્યા છે. ક્ષેત્રીય અને વૈશ્વિક રણનીતિક મુદ્દાઓ પ્રત્યે અમારા વિચાર ઘણા મળતા આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news