ચીનની દાદાગીરી સામે ન ઝૂક્યો આ ટચૂકડો દેશ, આપ્યો એવો જડબાતોડ જવાબ કે ડ્રેગન સ્તબ્ધ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ચીનને ચેતવણી આપી છે કે જો ચીન દક્ષિણ ચીન સાગરમાં મનીલાના કબ્જાવાળા ટાપુ પર હસ્તક્ષેપ કરશે તો તેઓ પોતાના સૈનિકોને 'આત્મઘાતી મિશન' પર મોકલશે.

ચીનની દાદાગીરી સામે ન ઝૂક્યો આ ટચૂકડો દેશ, આપ્યો એવો જડબાતોડ જવાબ કે ડ્રેગન સ્તબ્ધ

મનીલા: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ચીનને ચેતવણી આપી છે કે જો ચીન દક્ષિણ ચીન સાગરમાં મનીલાના કબ્જાવાળા ટાપુ પર હસ્તક્ષેપ કરશે તો તેઓ પોતાના સૈનિકોને 'આત્મઘાતી મિશન' પર મોકલશે. સીએનએનના રિપોર્ટ મુજબ સ્પ્રેટલી ટાપુ સમૂહમાં મનીલના થિટુ ટાપુની આજુબાજુ હાલ કેટલાક મહિનાઓમાં લગભગ 275 ચીની બોટ અને જહાજ જોવા મળ્યા બાદ ફિલિપાઈન્સની સરકારના દાવા પછી દુતેર્તેએ પલાવાનમાં પ્યુટરે પ્રિન્સેસા શહેરમાં એક રેલી દરમિયાન આ ચેતવણી ઉચ્ચારી હતી. 

થિટુ માટે ફિલિપીની શબ્દ પેગાસાનો ઉપયોગ કરતા દુતેર્તેએ કહ્યું કે "ચલો આપણે મિત્ર બનીએ પરંતુ પૈગાસા અને બાકીના ટાપુઓને સ્પર્શ કરવાનો પ્રયત્ન ન કરો. તેમણે કહ્યું કે જો તમે ત્યાં કઈં પણ એવું કરશો તો એક અલગ કહાની હશે. હું મારા જવાનોને કહીશ કે 'આત્મઘાતી મિશન'ની તૈયારી કરે."

જુઓ LIVE TV

દુતેર્તેએ કહ્યું કે "તેમના શબ્દ ચેતવણી નથી પરંતુ મારા મિત્રને એક સલાહ છે. સીએનએ ફિલિપાઈન્સ મુજબ હું ન અનુરોધ  કરીશ, ન ભીખ માંગીશ. પરંતુ હું તમને કહી રહ્યો છું કે પૈગાસાથી હટી જાઓ, કારણ કે મારા જવાનો ત્યાં છે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news