વાયનાડમાં જબરદસ્ત ટક્કર: રાહુલ ગાંધીને ટક્કર આપશે રાહુલ ગાંધી અને રાઘુલ ગાંધી, જાણીને ચક્કર ખાઈ જશો

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે  બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. એક તો તેમની પરંપરાગત બેઠક છે અમેઠી અને બીજી બેઠક કેરળની વાયનાડ બેઠક, વાયનાડ બેઠક માટે ચૂંટણી લડવા તેમને કેરળના કાર્યકર્તાઓએ આમંત્રણ આપ્યું હતું.

વાયનાડમાં જબરદસ્ત ટક્કર: રાહુલ ગાંધીને ટક્કર આપશે રાહુલ ગાંધી અને રાઘુલ ગાંધી, જાણીને ચક્કર ખાઈ જશો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે  બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. એક તો તેમની પરંપરાગત બેઠક છે અમેઠી અને બીજી બેઠક કેરળની વાયનાડ બેઠક, વાયનાડ બેઠક માટે ચૂંટણી લડવા તેમને કેરળના કાર્યકર્તાઓએ આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ આ બેઠક પરથી 4 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી. અહીં તેમનો મુકાબલો એનડીએના ઉમેદવાર તુષાર વેલાપલ્લી સામે છે. પરંતુ આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સામે બીજા પણ બે ઉમેદવારો એવા મેદાનમાં છે જેમાંથી એકનું નામ રાહુલ ગાંધી છે અને બીજાનું નામ રાઘુલ ગાંધી છે. આ બે ઉમેદવારોની કહાની રસપ્રદ છે. હકીકતમાં બંને ઉમેદવારોનો કોંગ્રેસ સાથે જૂનો સંબંધ છે. પરંતુ બને કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ મેદાને પડ્યા છે. 

પહેલો ઉમેદવાર છે રાહુલ ગાંધી કેઈ. તેમની ઉંમર 33 વર્ષ છે. તેમણે પણ 4 એપ્રિલના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી ફોર્મ ભર્યું તેના ગણતરીના કલાકોમાં પોતાનું નામાંકન દાખલ કર્યું. કોટ્ટાયમના ઈરુમેલી ગામના રહીશ અને લોકસંગીતમાં રિસર્ચ સ્કોલર રાહુલ ગાંધી કઈ અપક્ષ ઉમેદવાર છે. તેમના અંગે રસપ્રદ વાત એ છે કે તેમના નાના ભાઈનું નામ રાજીવ ગાંધી કેઈ છે અને આ બધા પાછળ કારણ છે તેમના પિતા. તેમના પિતાનું નામ સ્વર્ગિય કુંજુમન છે. તેઓ વ્યવસાયે ડ્રાઈવર હતાં અને કોંગ્રેસના કાર્યકર્તા પણ. આ સાથે ગાંધી પરિવારના મોટા પ્રશંસક હતાં. આ જ કારણે તેમણે પોતાના મોટા પુત્રનું નામ રાહુલ ગાંધી કેઈ અને નાના પુત્રનું નામ રાજીવ ગાંધી કેઈ રાખ્યું હતું. જો કે હાલ આ બંને ભાઈઓને કોંગ્રેસ સાથે કોઈ નાતો નથી. રાહુલ ગાંધી કેઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે રાજીવ ગાંધી કેઈ સીપીઆઈના કાર્યકર્તા છે. 

હવે  વાત કરીએ બીજા ઉમેદવાર રાઘુલ ગાંધીની. રાઘુલ ગાંધી 30 વર્ષના છે અને અગીલા ઈન્ડિયા મક્લ કઝગમની ટિકિટથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમના જણાવ્યાં મુજબ તેમના પિતા કૃષ્ણન પી સ્થાનિક કોંગ્રેસી નેતા હતાં. ત્યારબાદ જો કે તેઓ એઆઈએડીએમકેમાં સામેલ થઈ ગયા હતાં. રાઘુલ ગાંધીનું કહેવું છે કે જ્યારે તેમના પિતા કોંગ્રેસમાં હતં ત્યારે તેમનો જન્મ થયો હતો અને પિતા કોંગ્રેસ અને ગાંધી  પરિવારથી પ્રભાવિત હતાં. 

જુઓ LIVE TV

આથી તેમણે તેમનું નામ રાઘુલ ગાંધી અને નાની બહેનનું નામ ઈન્દિરા પ્રિયદર્શિની રાખ્યું હતું. રાઘુલ ગાંધી આ વખતે ત્રીજી વાર ચૂંટણીના મેદાનમાં છે. આ અગાઉ તેઓ 2016માં તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કોયંબતુરની સિંગાનાલ્લુર સીટથી ચૂંટણી લડી ચૂક્યા છે. આ સાથે જ તેઓ 2014માં કોયંબતુરમાં સ્થાનિક ચૂંટણી પણ લડી ચૂક્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news