દુબઈઃ 97 વર્ષના ભારતીય વૃદ્ધે રિન્યુ કરાવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ

ભારતીય મૂળના કેન્યન મહેતા દુબઈમાં એકલા જ રહે છે અને તેમને ગાડી ચલાવવાની કોઈ ઉતાવળ નથી, છેલ્લે તેમણે 2004માં કાર ચલાવી હતી 

દુબઈઃ 97 વર્ષના ભારતીય વૃદ્ધે રિન્યુ કરાવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય મૂળના 97 વર્ષના એક વૃદ્ધે ચાર વર્ષ માટે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવ્યું છે. ટી.એચ.ડી મહેતાનો જન્મ 1922માં થયો હતો. તેઓ દુબઈની સડકો પર ગાડી ચલાવનારા 90 વર્ષથી વધુની ઉંમરના પ્રથમ વ્યક્તિ છે. ગલ્ફ ન્યૂઝે શનિવારે સમાચાર પ્રકાશિત કર્યા છે કે, તેમનું લાયસન્સ ઓક્ટોબર, 2013 સુધી રિન્યુ કર્યું છે. 

રસપ્રદ બાબત એ છે કે, બ્રિટનના મહારાણી એલિઝાબેથના બીજા પતિ 97 વર્ષના પ્રિન્સ ફિલીપે સ્વેચ્છાએ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ પાછું આપી દીધું છે. આ અગાઉ એક દુર્ઘટનામાં તેઓ માંડ-માંડ બચ્યા હતા અને તેમાં બે મહિલાઓ ઘાયલ થઈ હતી. 

મહેતાજીને ચાલવાનું વધુ ગમે છે
ભારતીય મૂળના કેન્યન એવા મહેતા દુબઈમાં એકલા જ રહે છે અને તેમને ગાડી ચલાવવાની કોઈ ઉતાવળ નથી. તેમનું માનવું છે કે, કાર લોકોને આળસુ બનાવે છે. તેમને પગપાળા ચાલવાનું ગમે ચે અને તેઓ ઘણી વખત તો ચાર-ચાર કલાક સુધી ચાલતા હોય છે. 

લાંબા સમયથી દબુઈમાં રહેતા મહેતા અપરિણીત છે અને તેમણે છેલ્લે 2004માં ગાડી ચલાવી હતી. તેઓ હવે મુસાફરી કરવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે કે પછી પગે ચાલતા જ નિકળી પડે છે. 

2002 સુધી એક હોટલમાં નોકરી કરતા હતા 
મહેતાએ સ્મિત સાથે જણાવ્યું કે, "કોઈને મારી તંદુરસ્તી અને લાંબા જીવનનું રહસ્ય જણાવતા નહીં. હું સિગરેટ પિતો નથી કે દારૂને હાથ પણ લગાવતો નથી." તેઓ 1980માં દુબઈ આવ્યા હતા. એક ફાઈવ સ્ટાર હોટલમાં તેમણે એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. આ હોટલમાં તેમણે 2002 સુધી કામ કર્યું છે. એ વર્ષે નિયમિત રીતે કર્મચારીઓની પૃષ્ઠભૂમિની તપાસ તેમની ઉંમરનો ખુલાસો થયો અને તેમને રાજીનામું આપી દેવા જણાવાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news