PM મોદી એલવિસ પ્રેસ્લી જેવા છે, તેમને 'ફાધર ઓફ ઇન્ડીયા' કહી શકાય: ડોનાલ્ડ ટ્રમ્પ

મંગળવારે વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) ની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે ભારતને એકજુટ કર્યું અને અમે તેમને 'ભારતના પિતા (ફાધર ઓફ ઇન્ડીયા) કહીશું. તેમણે યૂએનજીએથી અલગ પોતાની બેઠકમાં કહ્યું, ''મારી વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે કેમેસ્ટ્રી ખૂબ સારી છે.''

PM મોદી એલવિસ પ્રેસ્લી જેવા છે, તેમને 'ફાધર ઓફ ઇન્ડીયા' કહી શકાય: ડોનાલ્ડ ટ્રમ્પ

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ અહીં મંગળવારે વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) ની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે ભારતને એકજુટ કર્યું અને અમે તેમને 'ભારતના પિતા (ફાધર ઓફ ઇન્ડીયા) કહીશું. તેમણે યૂએનજીએથી અલગ પોતાની બેઠકમાં કહ્યું, ''મારી વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે કેમેસ્ટ્રી ખૂબ સારી છે.''

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ''તે મહાન વ્યક્તિ અને મહાન નેતા છે...મને યાદ છે, ભારત પહેલાં ખૂબ ખરાબ હતો, ત્યાં ખૂબ લડાઇઓ હતી અને તે બધાને સાથે લઇને ચાલ્યા, એક પિતાની માફક બધાને લઇને ચાલ્યા અને તેમણે 'ભારતના પિતા'' કહી શકાય. તેમણે કહ્યું કે ''અમે તેમને ભારતના પિતા કહીશું, જો આ ખૂબ ખરાબ નથી, પરંતુ તે ચીજોને સાથે લઇને આવ્યા છે. મને લાગે છે કે તેમણે શાનદાર કામ કર્યું છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું ''મને ભારત ખૂબ ગમે છે અને તમારા વડાપ્રધાનને ખૂબ પસંદ કરું છું. ત્યાં (એનઆરજી સ્ટેડિયમ)માં ખૂબ જોશ હતો અને મારી જમણી બાજુએ બેઠેલા જેન્ટલમેન (મોદી તરફ ઇશારો કરતાં)ને પ્રેમ કરે છે, તે ખરેખર તેમને પ્રેમ કરે છે. લોકો તેમના દિવાના છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'તે એલવિસ પ્રેસ્લીની માફક છે. તે એલવિસના અમેરિકી વર્જનની માફક છે. લોકો (એનાઅરજીમાં ઉપલબ્ધ લોકો) ખરેખર વડાપ્રધાનને પ્રેમ કરે છે અને આ સારી બાબત છે. 

પીએમ મોદીએ ટ્રમ્પને તસવીર ભેટ આપી
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હ્યૂસ્ટનમાં યોજાયેલા 'હાઉડી મોદી' સમારોહની એક મોટી અને ફ્રેમ કરેલી તસવીર ભેટ આપી. તસવીરમાં બંને નેતા એનઆરજી સ્ટેડિયમમાં 50,000 લોકોની સામે હાથ પકડીને લોકોનું અભિવાદન કરતા જોવા મળે છે. પીએમઓએ આ ફોટોને ટ્વિટ કરીને કહ્યું કે 'હ્યુસ્ટનની યાદો, જ્યાં ઇતિહાસ બન્યો. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 'હાઉડી મોદી' સમારોહની એક ફ્રેમ કરેલી તસવીર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપી. 

નરેંદ્ર મોદીએ આ તસવીરને દ્વિપક્ષીય મુલાકાત બાદ ટ્રમ્પને ભેટ આપી. બંને નેતાઓએ 'હાઉડી મોદી' સમારોહમાં 50,000 જોશીલા ભારતીય-અમેરિકાઓ સમક્ષ મંચ શેર કર્યું હતું. આ પહેલાં પીમ મોદીએ સમારોહમાં સામેલ થવા માટે ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news