ઈરાનને ભીંસમાં લેવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા, ટ્રમ્પની ટ્વીટથી ખળભળાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાન પર સોમવારથી નવા આકરા પ્રતિબંધ લગાવવામાં આવશે.

ઈરાનને ભીંસમાં લેવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા, ટ્રમ્પની ટ્વીટથી ખળભળાટ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાન પર સોમવારથી નવા આકરા પ્રતિબંધ લગાવવામાં આવશે. ટ્રમ્પે ગણતરીના કલાકો અગાઉ કહ્યું હતું કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનું બંધ કરી દે તો તેઓ તેમના (ઈરાન) સૌથી સારા મિત્ર બની શકે છે. 

Image may contain: text

ટ્રમ્પે ટ્વીટ કરી કે 'અમે ઈરાન પર સોમવારથી નવા આકરા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યાં છીએ.' જો કે તેમણે એમ પણ કહ્યું કે 'હું તે દિવસની રાહ જોઈ રહ્યો છું કે જ્યારે ઈરાન પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે અને તે ફરીથી ઉત્પાદક અને સમૃદ્ધ દેશ બની જશે. આ જેટલું જલદી બને,તેટલું સારું છે.'

જુઓ LIVE TV

નોંધનીય છે કે ઇરાને શનિવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે ઇસ્લામી ગણતંત્રની વિરુદ્ધ કોઇ પણ કાર્યવાહીથી ક્ષેત્રમાં અમેરિકી હિતોને મોટુ નુકસાન પહોંચશે અને જો આવું થશે તો અમેરિકાએ તેના ગંભીર પરિણામો ભોગવવાં પડશે. દક્ષિણ પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળનાં જનરલ સ્ટાફનાં પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબુલફઝલ શેકરચીએ તસનીમ સમાચાર એઝન્સીને જણાવ્યું કે, ઇરાન તરફથી જો એક પણ ગોળી ચાલશે તો અમેરિકા અને તેનાં સહયોગીઓનાં હિતો પર આગ લાગી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news