કાશ્મીર પર વિવાદિત નિવેદન બાદ ટ્રમ્પે કેમ કહ્યું- PM મોદી ખુબજ શાનદાર વ્યક્તિ છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં કાશ્મીર પર આપેલા વિવાદિત નિવેદન બાદ તેમના સુર એકદમ બદલાઇ ગયા છે. હાલમાં તેમણે નિવેદન આપતા સ્પષ્ટ પણ કહ્યું કે કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની રજૂઆત પીએમ મોદીની ઇચ્છા પર નિર્ભર કરે છે
Trending Photos
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં કાશ્મીર પર આપેલા વિવાદિત નિવેદન બાદ તેમના સુર એકદમ બદલાઇ ગયા છે. હાલમાં તેમણે નિવેદન આપતા સ્પષ્ટ પણ કહ્યું કે કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની રજૂઆત પીએમ મોદીની ઇચ્છા પર નિર્ભર કરે છે. જો પીએમ મોદી ઇચ્છે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર થઇ શકે છે. આ સાથે જ પીએમ મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ખુબજ શાનદાર વ્યક્તિ છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેંગકોકમાં મુલાકાત ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, કાશ્મીર પર આ બંને નેતાઓની સાથે ખુલીને વાત થઇ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, તે સંપૂર્ણ રીતે પીએમ મોદી પર નિર્ભર કરે છે (મધ્યસ્થતાની રજૂઆત). આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ભારતે તેમની મધ્યસ્થતાની રજૂઆતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન ઇમરાન ખાનથી પણ મળ્યો... હું સમજુ છું કે ખાન અને પીએમ મોદી શાનદાર વ્યક્તિ છે. હું સમજુ છું કે, તે બંને સાથે મળીને સારૂ કામ કરી શકે છે. પરંતુ જો તેઓ કોઇની મધ્યસ્થતા અથવા મદદ ઇચ્છે છે તો અમે તૈયાર છીએ. મારી આ મામલે બંને નેતાઓ સાથે વાત થઇ છે. કાશ્મીર મુદ્દો લાંબા સમયથી વિવાદિત છે.
આ સાથે જ જ્યારે ટ્રમ્પથી પૂછ્યુ કે શું ભારત અથવા પાકિસ્તાને તેમની મધ્યસ્થાની રજૂઆતનો સ્વીકાર કર્યો છે તો તેમણે કહ્યું કે, ના, તેમણે સ્વીકાર કર્યો નથી.
Have conveyed to American counterpart @SecPompeo this morning in clear terms that any discussion on Kashmir, if at all warranted, will only be with Pakistan and only bilaterally.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 2, 2019
વિદેશ મંત્રીઓની મુલાકાત
આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર અમેરિકાને સ્પષ્ટ કર્યું છે કે, જો કાશ્મીર મુદ્દા પર કોઇ પણ ચર્ચા થશે તો તે દ્વિપક્ષીય અને પાકિસ્તાનની સાથે થશે. આ રીતે ભારતે આ મામલે કોઇ ત્રીજા પક્ષના હસ્તક્ષેપથી ફરી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. વાસ્તવિકતામાં, બેંગકોકમાં આયોજિત દક્ષિણ પૂર્વ એશિયાઇ રાષ્ટ્રોના સંગઠન (આસિયાન)ના વિદેશ મંત્રીઓના સમિટમાં આજે વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની વચ્ચે મુલાકાત થઇ. મુલાકાત દરમિયાન વિદેશ મંત્રીએ અમેરિકા સમક્ષ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને સ્પષ્ટ શબ્દોમાં અવગત કરાવ્યા છે કે, જો કાશ્મીર પર કોઇપણ ચર્ચા થશે તો તે માત્ર દ્વિપક્ષીય થશે અને માત્ર પાકિસ્તાનની સાથે જ થશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે