નવા ફોટોશૂટમાં જોવા મળી શ્રદ્ધા કપૂરનો અલગ અંદાજ, ઇન્ટરનેટ પર વાયરલ થયા ફોટા
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે પોતાની આકરી મહેનત અને શાનદાર અભિનયથી લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ થઇ છે. એટલા માટે જ આજે તે બોલીવુડની જાણિતી અભિનેત્રીમાંથી એક છે. શ્રદ્ધા કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી છે અને અને અવાર નવાર તે પોતાના અપડેટ અહી પાસે છે. તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. તેની એક તસવીર તેણે પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાના આ ફોટોશૂટ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે શ્રદ્ધા ટૂંક સમયમાં 'બાહુબલી' પ્રભાસ સાથે ફિલ્મ 'સાહો'માં જોવા મળશે. આ ફિલ્મ આ મહિને 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ આ દિવસે બોલીવુડની બે વધુ ફિલ્મો (અક્ષય કુમારની 'મિશન મંગલ' અને જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ')રિલીઝ થવાની હતી એટલા માટે 'સાહો'ની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે આ ફિલ્મ 'સાહો' 30 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે. તમને જણાવી દઇએ કે 'સાહો'માં શ્રદ્ધાએ એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ ભૂમિકા વિશે વાત કરતાં શ્રદ્ધાએ અમારી સહયોગી વેબસાઇટ ડીએનએને જણાવ્યું હતું કે ''હું પ્રથમવાર પોલીસની ભૂમિકા ભજવવા માટે અતિ-ઉત્સાહિત છું. આ એક એવું સ્પેશિયલ ફીલ છે. આ એમ સન્માન છે. મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરનાર રોલ મળ્યો.'
ફિલ્મ 'સાહો' સુજીત દ્વારા નિર્દેશિત છે અને તેલુગૂ, હિંદી, તમિલ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. શ્રદ્ધા કપૂર આજે બોલીવુડની સૌથી વધુ પસંદ કરવામાં આવનાર અભિનેત્રીથી એક છે. ફક્ત 8 વર્ષના કેરિયરમાં શ્રદ્ધાએ સફળતાની ઉંચાઇઓ આંબી છે. બોલીવુડના જાણિતા વિલન શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે બાકી સ્ટારકિડ્સથી પોતાની અલગ ઓળખ બનાવી છે.
શું તમે જાણો છો કે તમારી મનસપસંદ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક જમાનામાં ફૂટબોલ ખેલાડી બનવાની ઇચ્છા ધરાવે છે. એક ખેલાડી અને અભિનેત્રી હોવાની સાથે-સાથે શ્રદ્ધા કપૂર એક સારી સિંગર પણ છે આ વાતનો પરિચય તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં સારા રોમેન્ટિક ટ્રેક ગાઇને આપે છે.
તમને જણાવી દઇએ કે માં શિવાગી કપૂર એક સારી સિંગર છે. તો બીજી તરફ શ્રદ્ધાએ પોતાની ફિલ્મી કેરિયર પહેલાં અમેરિકન સ્કુલ ઓફ બોમ્બેમાં અભ્યાસ દરમિયાન તે ફૂટબોલ અને હેંડબોલ રમે છે. ત્યારબાદ તે આગળના અભ્યાસ માટે બોસ્ટન ગઇ જ્યાં તેમનો ફૂટબોલ સાથે નાતો તૂટી ગયો. ફેસબુક તો આપણે અત્યારે વાપરીએ છીએ પરંતુ શ્રદ્ધા કપૂર માટે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાનું ઘણું વધુ લકી સાબિત થયું. કારણ કે ફેસબુક પર તેમના ફોટા જોઇને જ ફિલ્મમેકર અંબીકા હિન્દુઝાએ તેમને પહેલી ફિલ્મ 'તીન પત્તી'માં એક ભૂમિકા માટે સિલેક્ટ કરી હતી. આ પ્રકારે શ્રદ્ધા કપૂરી બોલીવુદના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પોતાની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ કરી હતી. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર તો ન ચાલી પરંતુ શ્રદ્ધા કપૂરની લાઇફ બની ગઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે