Trump Prison News: ટ્રમ્પને થઈ શકે છે 22 વર્ષની જેલ, સીક્રેડ ડોક્યૂમેન્ટ કેસમાં ફસાયા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ

ડોનાલ્ડ ટ્રમ્પને સીક્રેડ ડોક્યૂમેન્ટ કેસમાં 22 વર્ષની જેલ થઈ શકે છે. તેમની વિરુદ્ધ અમેરિકાના ઘણા ગુપ્ત દસ્તાવેજોને બેદરકારીની સાથે રાખવાનો આરોપ લગાવ્યો છે. એફબીઆઈએ પાછલા વર્ષે ઓગસ્ટમાં ફ્લોરિડા સ્થિત ટ્રમ્પના રિપોર્ટથી આ દસ્તાવેજને જપ્ત કર્યા હતા. હવે શુક્રવારે આ મામલાને જાહેર કરવામાં આવ્યો છે. 

Trump Prison News: ટ્રમ્પને થઈ શકે છે 22 વર્ષની જેલ, સીક્રેડ ડોક્યૂમેન્ટ કેસમાં ફસાયા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ

વોશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ સીક્રેટ ડોક્યૂમેન્ટ મામલામાં ખરાબ રીતે ફસાયા છે. બાઇડેન પ્રશાસને તેમને ફ્લોરિડા સ્થિત આવાસ પર ગોપનીય દસ્તાવેજોને બેદરકારીની સાથે રાખવાના મામલામાં આરોપી બનાવ્યા છે. શુક્રવારે અમેરિકી ન્યાય વિભાગે ટ્રમ્પ પર લગાવવામાં આવેલા આરોપોને જાહેર કર્યા હતા. તે અનુસાર જો ડોનાલ્ડ ટ્રમ્પ ગુપ્ત દસ્તાવેજોના મામલામાં દોષિ ઠરે તો તેમને 22 વર્ષની જેલ થઈ શકે છે. જો આમ થાય તો ટ્રમ્પ જેલમાં જનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બની જશે. પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે કોઈ ગુનો કર્યો નથી. ટ્રમ્પ ગોપનીય દસ્તાવેજ પોતાના આવાસમાં રાખવાને લઈને નોંધાયેલા કેસમાં મંગળવારે કોર્ટમાં રજૂ થશે. 

વોઇસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટી રીતે ગુપ્ત દસ્તાવેજોના મામલામાં દોષિ સાબિત થાય તો 22 વર્ષની જેલ થઈ શકે છે. ટ્રમ્પ સામેના આરોપો અને ફેડરલ સજાની માર્ગદર્શિકાની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી, ભૂતપૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર ડેવિડ એરોને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા દસ્તાવેજોને જાણી જોઈને રોકવા સંબંધિત ફોજદારી ગણતરીઓ માટે ટ્રમ્પને 17½ થી 22 વર્ષની વચ્ચેનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તેને ન્યાયમાં અવરોધ સહિત અન્ય ગુનાઓમાં સાડા સાતથી નવ વર્ષની સજા પણ થઈ શકે છે.

અમેરિકી ન્યાય વિભાગે ટ્રમ્પ અને તેના સહયોગી વોલ્ટ નૌટા પર 38 ફોજદારી કેસ દાખલ કર્યાં છે. એફબીઆઈ એજન્ટોએ પાછલા ઓગસ્ટમાં ફ્લોરિડામાં ટ્રમ્પના માર-એ-લાગો નિવાસના સર્ચ દરમિયાન કુલ 102 દસ્તાવેજ જપ્ત કર્યા હતા. તેમાંથી 27ને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યાલયમાં રાખવામાં આવ્યા હતા અને 75 સ્ટોરેજમાં હતા. તેમાંથી ઓછામાં ઓછા 17 દસ્તાવેજોને ટોપ સીક્રેટના રૂપમાં લિસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે તેણે કોઈ ગુનો કર્યો નથી કારણ કે રાષ્ટ્રના પ્રમુખના રૂપમાં તેની પાસે પોતાના હાજર દરેક દસ્તાવેજોને જાહેર કરવાની શક્તિ હતી. પરંતુ પરમાણુ હથિયારો સંબંધિત દસ્તાવેજો પર તે શક્તિ લાગૂ થતી નથી, જે સર્ચ દરમિયાન માર-એ-લાગોમાં મળ્યા હતા. 

ટ્રમ્પે સમ ખાધા છે કે તે આરોપ છતાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાં બન્યા રહેશે. પૂર્વ રાષ્ટ્રપતિએ ભાર આપીને કહ્યુ કે, તેમણે કંઈ ખોટું કર્યું નથી. અમેરિકીની પ્રથમ મહિલા જિલ બાઇડેને 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રચાર અભિયાનમાં કહ્યું કે આ થોડી ચોંકાવનારી વાત છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ છતાં મોટી સંખ્યામાં રિપબ્લિકન હજુ પણ તેનું સમર્થન કરવા વિશે વિચારી રહ્યાં છે. અમેરિકીના રાષ્ટ્રપતિ જો બાઇડેન આ વિષય પર બોલવાથી બચવાનો પ્રયાસ કરતા રહે છે, પરંતુ જિલે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રાખી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news