આ વિનાશક વાવાઝોડા આગળ બિપોરજોય તો કઈ નથી! અહીં દર વર્ષે ત્રાટકે છે ખતરનાક આફત

Cyclone Biparjoy: વાવાઝોડું એટલે પવનનું વિનાશક સ્વરૂપ. દરિયાકાંઠે આવેલા દેશોની ભૂગોળ સાથે વાવાઝોડા વણાયેલા હોય છે. જો કે સ્થાન પ્રમાણે વાવાઝોડાની તીવ્રતા અને ભયાવહતા અલગ અલગ હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચક્રવાતની ગતિ કઈ હદ સુધી પહોંચી શકે છે.

આ વિનાશક વાવાઝોડા આગળ બિપોરજોય તો કઈ નથી! અહીં દર વર્ષે ત્રાટકે છે ખતરનાક આફત

Cyclone Biparjoy: ગુજરાત અત્યારે કુદરત સામેની એવી લડાઈનો સામનો કરી રહ્યું છે, જેમાં લોકોની જવાબદારી પોતાનો બચાવ કરવા પૂરતી મર્યાદિત છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું દુશ્મન બનીને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સતત દશા અને દિશા બદલતું વાવાઝોડું પોતાનામાં આફત અને અનિશ્વિતતાઓને સમાવીને બેઠું છે. વાવાઝોડાની ગતિ વધી છે, પણ લેન્ડફોલનો સમય મોડો થયો છે. હવામાન વિભાગની નજર સતત વાવાઝોડાની ગતિવિધિ પર છે, જ્યારે લોકો પાસે આગાહી જાણીને નિસાસા નાંખ્યા સિવાય કોઈ છૂટકો નથી.

ત્રણ બાજુએથી દરિયાથી ઘેરાયેલા ભારત માટે ચક્રવાત નિયમિત ભૌગોલિક પરિબળ છે. જો કે દુનિયામાં બીજા પણ ઘણા ક્ષેત્રો છે, જ્યાં નિયમિત રીતે ચક્રવાત ત્રાટકે છે. ટાઈફૂન અને હરિકેનના નામે ઓળખાતા આ ચક્રવાત વિનાશક સાબિત થાય છે. કેવી હોય છે આ દરિયાનની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં.

વાવાઝોડું એટલે પવનનું વિનાશક સ્વરૂપ. દરિયાકાંઠે આવેલા દેશોની ભૂગોળ સાથે વાવાઝોડા વણાયેલા હોય છે. જો કે સ્થાન પ્રમાણે વાવાઝોડાની તીવ્રતા અને ભયાવહતા અલગ અલગ હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચક્રવાતની ગતિ કઈ હદ સુધી પહોંચી શકે છે.

આ દ્રશ્યો હરિકેનના છે. જે રીતે ભારતમાં વાવાઝોડાંને ચક્રવાત કહે છે, તે રીતે અમેરિકામાં ફ્લોરિડાના તટ પાસેથી સર્જાતા ચક્રવાતોને સ્થાનિક ભાષામાં હરિકેન કહેવાય છે. દર વર્ષે અહીં કાંઠાના ભાગોમાં હરિકેન ત્રાટકે છે. એટલાન્ટિક મહાસાગરમાં ઉઠતા ચક્રવાત જ્યારે આગળ વધે છે, ત્યારે કાંઠાના ભાગોમાં વિનાશ વેરાય છે.

Category 5 Hurricane
જૂનની શરૂઆતથી જ અમેરિકામાં હરિકેનની શરૂઆત થઈ  જાય છે...દરિયા કાંઠે રાક્ષસી મોજાં ઉછળે છે. મકાનોના છાપરાં ઉડી જાય છે. ટ્રક અને ટ્રેન જેવા ભારે વાહનો પણ તોફાની પવનો સામે ટકી નથી શકતા. અમેરિકાના દરિયાકાંઠે વિષુવવૃત્તના વિસ્તારોમાં દર વર્ષે 12થી 17 ચક્રવાતનું સર્જન થાય છે. જમાંથી ચારથી પાંચ શક્તિશાળી હરિકેનમાં પરિણમે છે..

પવનોની ગતિને આધારે હરિકેનને 1થી 5ના વર્ગમાં વિભાજીત કરાય છે. GFXIN વર્ગ 1ના હરિકેનમાં પવનોની હતિ 119થી 153 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. બીજા વર્ગમાં પવનોની ગતિ 154થી 177 કિલોમીટર પ્રતિ કલાકની, ત્રીજા વર્ગમાં 178થી 208 કિલોમીટર પ્રતિ કલાક, ચોથા વર્ગના હરિકેનમાં પવનોની ગતિ 209થી 251 કિલોમીટર પ્રતિ કલાક અને પાંચમા વર્ગમાં પવનોની ગતિ સૌથી વિનાશક એટલે કે 252 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે.

Category 5 Hurricane
આ દ્રશ્યો પાંચમા વર્ગના હરિકેન વખતના છે, જ્યારે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. આ સ્થિતિમાં વાહન ચલાવવા અશક્ય છે. મકાનોના છાપરા તો દૂર, દિવાલો પણ નથી  ટકી શકતી. જો કોઈ વ્યક્તિ રાક્ષસી પવનોના માર્ગમાં આવી ગયો, તો તે ગયો સમજો. આ સ્થિતિમાં ન તો રાહતનું કામ થઈ શકે છે, કે ન તો બચાવનું. વાવાઝોડાની અસર પૂરી થાય, ત્યારે તેના કારણે વેરાયેલા વિનાશને જ સંકેલવાનો વારો આવે છે. 

Hurricane Ian 
હરિકેન વખતે દરિયાનો કાંઠાના વિસ્તારો પર કબ્જો કરી લે છે. એક તરફ પવનો અને  બીજી તરફ પાણી, જીવ બચાવવા માટે આવા વિસ્તારથી દૂર જવું એકમાત્ર રસ્તો હોય છે.. ફ્લોરિડાના દરિયા કાંઠે આ પ્રકારના દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે. વર્ષ 2022માં દક્ષિણ અમેરિકાના ટાપુઓ પર ત્રાટકેલા હરિકેન ઈયાન વખતે 260  કિલોમીટર પ્રતિ કલાકન ઝડપે પવનો ફૂંકાયા હતા. કુદરતના આ રૌદ્ર સ્વરૂપે 161 લોકોની જિંદગી છીનવી હતી, જ્યારે 113 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

typhoon
હરિકેન અને ટાઈફૂન ચક્રવાતની જેમ દરિયાની સપાટી પર સર્જાય છે, ટાઈફૂન ફિલિપાઈન્સના તટ પર પેસિફિક મહાસાગરમાં સર્જાય છે. તેની ભયાવવહતા ભારતના ચક્રવાત અને અમરિકાના હરિકેન કરતા વધારે હોય છે. ત્રીજી નવેમ્બર 2013ના રોજ ફિલિપાઈન્સમાં ત્રાટકેલું હિયાન ટાઈફૂન અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ચક્રવાત છે. આ વિનાશક ચક્રવાતમાં 6300 લોકોના મૃત્યુ થયા હતા. ચારેય તરફ કાટમાળના ઢગ પથરાઈ ગયા હતા.

Oklahoma Tornadoes, Scariest STORM
અમેરિકાના આંતરિક વિસ્તારોમાં ઉઠતા ટોર્નેડો પણ ચક્રવાતનો જ એક પ્રકાર છે. જો કે ફરક એટલો છે કે ટોર્નેડોનું સર્જન જમીન પર થાય છે. ટાઈફૂન અને હરિકેનની સરખામણીમાં તે ઓછું નુકસાન સર્જે છે. ગરણીના આકારમાં વંટોળ જ્યારે આગળ વધે છે, ત્યારે તેની ઝપેટમાં જે આવે છે, તેને ઉડાવી દે છે. કુદરતના રૌદ્ર સ્વરૂપને રોકવા કોઈ ટેક્નોલોજી કામ નથી લાગતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news