મહિલા પત્રકાર પર નારાજ થયા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, સવાલ પૂછવા પર કહીં આ વાત
Trending Photos
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), કોરોના વાયરસ (Coronavirus) પર થઈ રહેલી એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન મહિલા રિપોર્ટર પર નારાજ થયા અને તેને પોતાનો અવાજ ધીમો કરવા માટે કહ્યું હતું.
રવિવારના સીબીએસના રિપોર્ટ વેઈજિયા જિયાંગે ટ્રમ્પથી પૂછ્યું કે મહામારીના ખતરો હોવા છતાં સમગ્ર ફેબ્રુઆીમાં રેલીઓ કેમ કરતા રહ્યાં અને માર્ચના મધ્ય સુધી સોશિયલ ડિસ્ટેન્સિગ લાગુ કરવામાં કેમ અસફળ રહ્યાં?
આ સવાલ પર અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલા જાણવા માગ્યું કે તે રિપોર્ટર કામ કોના માટે કરે છે.
ટ્રમ્પે પૂછ્યું, તમે કોની સાથે છો... હાં, તમે કોની સાથે છો? ત્યારબાદ તેમણે જાન્યુઆરીના અંતમાં ચીનથી આવનારી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવા વિશે જણાવ્યું હતું.
અમેરિકાએ ચીનથી આવનારી ફ્લાઇટ પર 2 ફેબ્રુઆરીએ પ્રતિબંધ લગાવ્યો હતો.
જ્યારે જિયાંગે કહ્યું કે, પ્રતિબંધ માત્ર ચીનથી આવનાર ચીનાના નાગરિકો પર લાગ્યો હતો, ના કે, ત્યાંથી આવનારા અમેરિકન પર જે વાયરસ પોતાની સાથે લાવી શકતા હતા. તો ટ્રમ્પે તેની વાત અટકાવતા કહ્યું આરામથી, આરામથી, થોડી ધીરજ રાખો, અમે તે કર્યું અને લોકો તેનાથી ખુશ હતા, દરેક જણ ખુશ હતા કે મેં તે કર્યું.
ટ્રમ્પે જિયાંગને એમ પણ કહ્યું હતું કે તેઓ યોગ્ય રીતે રિસર્ચ કર્યું નથી.
ટ્રમ્પે કહ્યું, જ્યારે મેં પ્રતિબંધ લગાવ્યો હતો તો અમેરિકામાં વાયરસના કેટલા કેસ હતા? શું તમે સંખ્યા જાણો છો? જ્યારે તેમને જવા ન મળ્યો તો ટ્રમ્પે કહ્યું, તમારે રિસર્ચ કરવું જોઇએ.
અને જ્યારે જિયાંગે જવાબ આપવા તૈયાર થયા તો ટ્રમ્પે કહ્યું, મહેરબાની કરી તમારો અવાજ નીચો રોખા, તમારો અવાજ નીચે રાખો.
પછી તેમણે કહ્યું કે, પ્રતિબંધ લગાવતા પહેલા અમેરિકામાં કોરોના વાયરસથી થનાર મોતના ઘણા કેસ સામે આવ્યા ન હતા. ત્યારે જિયાંગે કહ્યું, ઓકે, સારા નિર્ણય માટે ખૂબ ખૂબ આભાર.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં અમેરિકામાં 42,897 લોકોના જીવ ગયા છે અને ત્યાં કુલ કેસની સંખ્યા 7,99,515 પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે