અમેરિકનોને પેપરમાં મળ્યા Shocking News!!! શું ટ્રમ્પે રાજીનામુ આપ્યું?
Trending Photos
વોશિંગટન : દુનિયાભરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજીનામાના ખોટા સમાચાર ફેલાવાયા છે. ટ્રમ્પના રાજીનામાના સમાચાર તેજીથી અમેરિકાના રાજનેતાઓ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેજીથી ફેલાઈ ચૂક્યા છે. હકીકતમાં, બુધવારે અમેરિકામાં વોશિંગટન પોસ્ટ ન્યૂઝ પેપરની નકલી આવૃત્તિ વ્હાઈટ હાઉસની આસપાસ અને વોશિંગટનના બિઝી વિસ્તારમાં ખુલ્લેઆમ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામુ આપ્યું છે.
મફતમાં વહેંચાયુ પેપર
મૂળ પેપરની આવૃત્તિની જેમ જ તેને રજૂ કરવામાં આવ્યું હતું. તેમા 6 કોલમમાં મોટુ ટાઈટલ આપવામાં આવ્યું હતું . ‘અનએક્સપેક્ટેડ - ટ્રમ્પની વ્હાઈટ હાઉસથી વિદાય, સંકટ નાબૂદ’ ખાસ વાત તો એ હતી કે, આ પેપરની પ્રકાશિત તારીખ 16 જાન્યુઆરી નહિ, પરંતુ 1 મે, 2019 લખાયેલી હતી.
પેનસિલવેનિયા એવન્યુ અને વ્હાઈટ હાઉસની બહાર એક મહિલાએ કહ્યું કે, વોશિંગટન પોસ્ટની આ ખાસ આવૃત્તિ લો. તે મફત છે. તમને આવી ક્યારેય નહિ મળે.
મહિલાએ તમામને વહેંચ્યા પેપર
મહિલા પ્લાસ્ટિક બેગમાં પેપરનું બંડલ રાખીને ત્યાંથી પસાર થનારી દરેક વ્યક્તિના હાથમાં પેપર પકડાવી રહી હતી. વોશિંગટન પોસ્ટે એક ટ્વિટના માધ્યમથી સ્પષ્ટીકરણ જાહેર કરીને કહ્યું કે, નકલી પેપર વહેંચવામાં આવ્યું છે. જોકે, આ મામલે અત્યાર સુદી અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે