Desi Jugaad: આ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાશો અને કહેશો આવું પણ બને

Desi Jugaad: ઘણી વખત આપણે એવી રીતે ફસાઈ જઈએ છે, જેને આપણે માત્ર એક યુક્તિથી ઉકેલી શકીએ છીએ. આ યુક્તિને ભારતમાં દેશી જુગાડ નામ આપવામાં આવ્યું છે. આવો જોઇએ એક એવો જ વીડિયો જેમાં દેશી જુગાડ લગાવવામાં આવ્યો છે.

Desi Jugaad: આ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાશો અને કહેશો આવું પણ બને

Desi Jugaad: આપણે બધુ જ શાળામાંથી શીખી શખતા નથી. કેટલીક વસ્તુઓ આપણને આપણી આસપાસની ગતિવિધીઓ પરથી શીખવા મળે છે. આપણે આપણી પાસેથી શીખીએ છીએ કે શું સાચું છે અને શું ખોટું છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજાને મદદરૂપ થાય, તેને મદદ કરે, ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરે અને બીજાના દુખ: અને વેદનાને સમજે, તે સારો વ્યક્તિ કહેવાય છે. જો કે આજની ભાગદોડની દુનિયામાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે. લોકો તેમના વ્યવસાય અથવા કામમાં વ્યસ્ત છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તેની મદદ કરવાનો કોઈની પાસે સમય નથી.

રસ્તા પર પલળી રહેલા વ્યક્તિની જેસીબીએ કરી મદદ
જો કે, દુનિયામાં કેટલાક એવા લોકો છે જે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે. આને લગતો એક હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસથી વખાણ કરશો. દેશી જુગાડ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે, આવી સ્થિતિમાં ટુ વ્હીલર સહિતના કેટલાક વાહનો રસ્તા પર ફસાઈ ગયા છે. હવે તમે વિચારતા જ હશો કે વરસાદમાં ટુ વ્હીલર ભીનું થયું કે નહીં, પણ એવું થયું નહીં. બાઇક સવાર વરસાદમાં ભીંજાઈ શક્યો ન હતો અને તેનું કારણ એ હતું કે જેસીબી ચાલકે તેને ભીના થવાથી બચાવવામાં મદદ કરી હતી.

— Dipanshu Kabra (@ipskabra) February 28, 2022

વ્યક્તિને જેસીબીએ આ રીતે ભીના થવાથી બચાવ્યો
જેસીબીમાં બેઠેલા વ્યક્તિએ સાયકલ સવારને કેવી રીતે મદદ કરી અને તેને વરસાદમાં ભીંજાવાથી બચાવ્યો તે વીડિયો જોઈને તમે સારી રીતે સમજી શકશો. આ અદ્ભુત વીડિયો જોઈને તમારું મનોરંજન તો થશે જ પરંતુ સાથે જ તમને તેમાં માનવતા પણ જોવા મળશે. આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ કેપ્શનમાં એક અદ્ભુત સ્ટોરી લખી છે. તેણે લખ્યું, 'જો ઈરાદો હોય તો દરેક કોઈને મદદ કરવા માટે કંઈક કરી શકે છે.' 8 સેકન્ડનો આ વીડિયો 11,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે અને સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news