Corona Vaccination ના મામલામાં Bhutan એ બનાવ્યો રેકોર્ડ, માત્ર 16 દિવસમાં 93% Adults ને લગાવી રસી

ભારતના પાડોશી દેશ ભૂતાને કોરોના વેક્સિનેશન મામલામાં નવો રેકોર્ડ બનાવતા માત્ર 16 દિવસમાં 93% Adults ને રસી આપી છે. ભારતમાંથી એસ્ટ્રેઝેનેકાના દોઢ લાખ ડોઝ મળ્યા બાદ ત્યાં વેક્સિનેશનની શરૂઆત થઈ હતી. 

Corona Vaccination ના મામલામાં Bhutan એ બનાવ્યો રેકોર્ડ, માત્ર 16 દિવસમાં 93% Adults ને લગાવી રસી

થિમ્પૂઃ ભૂતાનમાં રસીકરણ અભિયાનની શરૂઆતના પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધી રસીકરણનો ગ્રાફ દરરોજ ઉપર ચઢી રહ્યો છે. ભૂતાનમાં ઝડપથી રસી લગાવવાના મામલામાં ઇઝરાયલ, અમેરિકા, બહરીન અને અન્ય દેશોથી આગળ નિચળી ચુક્યુ છે. દેશમાં માત્ર 16 દિવસની અંદર 93 ટકા વયસ્કોને કોવિડ-19 વિરોધી રસી લગાવી દેવામાં આવી છે. 

આ દેશોને અહીં સુધી પહોંચવામાં મહિનાઓ લાગ્યા જ્યાં ભૂતાન હવે પહોંચી ચુક્યું છે. આ દેશ કોરોનાના વધતા કેસને જોતા રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ ભૂતાનમાં રસીકરણ અભિયાન લગભગ સમાપ્તિ પર છે જે માત્ર 16 દિવસ પહેલા શરૂ થયું હતું. ભારત અને ચીન વચ્ચે સ્થિત નાના આ હિમાલયી દેશે 27 માર્ચ બાદથી 93 ટકા વયસ્ક વસ્તીને રસી લગાવી દેવામાં આવી છે. 

ભૂતાને હવે સેશેલ્સને પાછળ છોડ્યુ
દેશની કુલ 8 લાખ વસ્તીમાં 60 ટકાને રસી લાગી ચુકી છે. ત્વરિત રસીકરણ બાદ આ નાના રાષ્ટ્રએ હવે સેશેલ્સને પાછળ છોડી દીધું છે જેણે પોતાની 1,00,000 વસ્તીમાં 66 ટકાને રસી આપી દીધી છે. ઓછી વસ્તીને કારણે ભૂતાનને ત્વરિત રસીકરણમાં સફળતા મળી છે પરંતુ તેનો શ્રેય સમર્પિત નાગરિક સ્વયંસેવિઓ અને સ્થાપિત કોલ્ડ ચેન ભંડારોને પણ જાય છે. 

ભૂતાનને જાન્યુઆરીમાં ભારતથી એસ્ટ્રાઝેનેકા રસીના 150,000 ડોઝ મળ્યા હતા. આ ભૂતાનની પાસે આવેલ રસીનો પ્રથમ જથ્થો હતો. તેનું વિતરણ બૌદ્ધ જ્યોતિષ શાસ્ત્રની શુભ તિથિઓને જોતા માર્ચના અંતમાં કરવામાં આવ્યું હતું. વેક્સિન બનાવવાની શરૂઆતથી અમેરિકા-બ્રિટન જેવા વિકસિત દેશોએ ખુબ વેક્સિનના ડોઝ પોતાના માટે મંગાવી લીધા હતા, તો ભારતે પોતાના પાડોશી દેશને પણ પોતાની સાથે-સાથે વેક્સિનની સપ્લાઈ શરૂ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news