Corona: વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક 30 લાખને પાર, દરરોજ 12 હજારથી વધુ લોકો ગુમાવી રહ્યાં છે જીવ

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર શનિવારે સવારે દુનિયામાં કોરોના પીડિતોની સંખ્યા 13 કરોડ 99 લાખ 79 હજાર 449 થઈ ગઈ છે. મૃત્યુઆંકનો આંકડો વધી 30 લાખ 225 થઈ ગયો છે. 

Corona: વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક 30 લાખને પાર, દરરોજ 12 હજારથી વધુ લોકો ગુમાવી રહ્યાં છે જીવ

રિયો ડિ જેનેરિયોઃ દુનિયામાં કોરોના સંકટ વધુ ચિંતાજનક બની ગયું છે. બ્રાઝિલ, ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાં કોરોનાના વધતા કહેરને કારણે વિશ્વમાં આ વાયરસની ઝપેટમાં આવી મૃત્યુ પામનારની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે સંક્રમિત લોકોનો વૈશ્વિક આંકરો આશરે 14 કરોડ થઈ ગયો છે. દુનિયામાં છેલ્લા બે મહિના દરમિયાન નવા કેસમાં સાપ્તાહિક વૃદ્ધિ આશરે ડબલ થઈ છે. પાછલા સપ્તાહે વિશ્વમાં 45 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. 

દરરોજ 12 હજારથી વધુ મૃત્યુ
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર શનિવારે સવારે દુનિયામાં કોરોના પીડિતોની સંખ્યા 13 કરોડ 99 લાખ 79 હજાર 449 થઈ ગઈ છે. મૃત્યુઆંકનો આંકડો વધી 30 લાખ 225 થઈ ગયો છે. વિશ્વમાં દરરોજ સરેરાશ 12 હજારથી વધુ મોત થઈ રહ્યા છે. તો દરરોજ 7 લાખ જેટલા નવા કેસ સામે આવી રહ્યાં છે. 

સૌથી પ્રભાવિત દેશ

અમેરિકા 3,23,08,557 5,79,951

બ્રાઝિલ 1,38,34,342 3,69,024

ફ્રાન્સ 52,24,321 1,00,404

રશિયા 46,93,469 1,05,193

બ્રિટન 43,83,572 127,225 

એક નજર અન્ય દેશો પર
પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં વધુ 112 દર્દીઓના મોત બાદ અહીં મૃત્યુઆંક 16 હજારને પાર થઈ ગયો છે. કુલ સાતા સાત લાખ લોકો વાયરસથી સંક્રમિત થયા છે.

રશિયાઃ 9321 નવા કેસ સામે આવ્યા બાદ પીડિતોની કુલ સંખ્યા 46 લાખ 93 હજારથી વધુ થઈ ગઈ છે. અત્યાર સુધી એક લાખ પાંચ હજાર 193 મોત થયા છે. 

લાંબા સમય સુધી રહેશે મહામારી
હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબરેસસે કહ્યુ હતુ કે, વૈશ્વિક સ્તર પર કોરોનાના વધતા કેસ ચિંતા વધારી રહ્યાં છે. આ મહામારી લાંબા સમય સુધી રહેવાની છે. દુનિયામાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આ દેશમાં અત્યાર સુધી 5 લાખ 60 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોના મામલામાં અમેરિકા બાદ બ્રાઝિલ, મેક્સિકો, ભારત અને બ્રિટનનું સ્થાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news