ઈડર-હિંમતનગર હાઈવે બન્યો લોહિયાળ : એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો

Sabarkantha Accident News : સાબરકાંઠામાં ઈડર-હિંમતનગર રોડ પર ગમખ્વાર અકસ્માત... એક બાળક સહિત 5 લોકોના મોત... તો ચાર વ્યક્તિ ઘાયલ... ડમ્પર સાથે થઈ હતી કારની ટક્કર..
 

1/8
image

સાબરકાંઠા ઈડર-હિંમતનગર હાઈવે પર ગત રાત્રિના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. ઈડર-હિંમતનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. 

2/8
image

અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કાળ ભરખી ગયો. એક જ પરિવારના એક બાળક સહીત 5 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. તો ચાર લોકો ઘાયલ થયા છે. 

3/8
image

હિંમતનગર થી નેત્રામલી જતી કારને અકસ્માત સર્જાયો હતો. ડાઈવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતું. તો બીજી તરફ નેત્રામલીના જરીવાલા પરિવાર હિંમતનગરથી ઘરે આવતો હતો.  

4/8
image

અકસ્માત બાદ લોકોના ટોળા જામ્યા હતા, તો ટ્રાફિક જામ સર્જાયો હતો. જાદર પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. 

5/8
image

મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત બાદ નેત્રામલી ગામ હિબકે ચડ્યું છે.

6/8
image

પરિવારનાં સભ્યો મોડી રાતે કાર મારફતે હિંમતનગર (Himmatnagar) તરફ જઈ રહ્યો હતો ત્યારે ભેટાલી પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો

7/8
image

મૂળ સાબરકાંઠાના (Sabarkantha) ઈડરના નેત્રામલીનો (Netramali) અને હાલ મુંબઈ (Mumbai) ખાતે રહેતો જરીવાળા પરિવાર રજાઓમાં વતન આવ્યો હતો.

8/8
image

સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.