કોરોનાથી મહિલાઓની તુલનામાં પુરૂષોને જીવનું જોખમ 30 ટકા વધુઃ અભ્યાસમાં દાવો

કોવિડ-19 સંક્રમણને કારણે સમાન ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ વાળી મહિલાઓની ઉપેક્ષામાં પુરૂષોમાં જીવનું જોખમ 30 ટકા વધુ હોય છે. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. 

કોરોનાથી મહિલાઓની તુલનામાં પુરૂષોને જીવનું જોખમ 30 ટકા વધુઃ અભ્યાસમાં દાવો

બોસ્ટનઃ કોવિડ-19 સંક્રમણને કારણે સમના ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ વાળી મહિલાઓની તુલનામાં પુરૂષોમાં જીવનું જોખમ 30 ટકા વધુ હોય છે. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. 'ક્લીનિકલ ઇન્ફેક્શન ડિઝિસ' પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર કોવિડ-19થી સંક્રમિત પુરૂષ દર્દીઓ જો ડાયાબિટિસ, બ્લડપ્રેસર કે મોટાપાથી ગ્રસ્ત છે તો તેને જીવનું જોખમ વધુ હોય છે.

67,000 દર્દીઓ પર કરવામાં આવ્યો અભ્યા
રિસર્ચમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન (યૂએમએસઓએમ)ના વૈજ્ઞાનિકોએ દેશભરની 613 હોસ્પિટલોમાં દાખલ કોવિડ-19ના આશરે 67,000 દર્દીઓનો અભ્યાસ કર્યો છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું કે, પહેલાથી મોટાપો, હાઇ બ્લડપ્રેશર કે ડાયાબિટિસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલ કોવિડ-19થી સંક્રમિત 20થઈ 39 વર્ષની ઉંમરના રોગીઓને પોતાના સ્વસ્થ સાથીઓની તુલનામાં જીવનું જોખમ વધુ હતું. 

તેનાથી સંક્રમિતોની સારવારમાં મળશે મદદ
અભ્યાસના લેખક એંથની ડી હેરિસે કહ્યુ કે, આ તમામ જાણકારીઓથી સંક્રમિત રોગીઓની સારવારમાં મદદ મળી શકે છે. મહત્વનું છે કે વિશ્વમાં કોરોના વાયરસના કેસ હજુ પણ ઝડપથી વધી રહ્યાં છે. વર્લ્ડોમીટર અનુસાર, અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાયરસના 76,700,355 કેસ સામે આવ્યા છે, જ્યારે 1,693,440 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. હજુ પણ કોરોના વાયરસના કેસ મુદ્દે અમેરિકા પ્રથમ સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news