નવા રિસર્ચમાં ખુલાસો, ચીનની બહાર હોઈ શકે છે કોરોના વાયરસનું કેન્દ્ર


વિશ્વભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધી આશરે 3000 મોત આ વાયરસને કારણે થયા છે. ચીનની બહાર અમેરિકા, ઇટાલી, થાઈલેન્ડ જેવા દેશોમાં પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોના મોત થવા લાગ્યા છે. 
 

નવા રિસર્ચમાં ખુલાસો, ચીનની બહાર હોઈ શકે છે કોરોના વાયરસનું કેન્દ્ર

પેઇચિંગઃ નોવેલ કોરોના વાયરસને લઈને વિશ્વભરમાં તમામ શોધ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધી આ શોધમાં મળેલી જાણકારી પ્રમાણે આ વાયરસની શરૂઆત ક્યાં થઈ, તે માહિતી મેળવવી હજુ મુશ્કેલ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસના ઉદભવની જાણકારી મેળવવા માટે વધુ વિશ્વસનીય રિચર્સ કરવાની જરૂર છે. ગ્લોબલ ટાઇમ્સે શનિવારે કોરોના સાથે જોડાયેલ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. ધ્યાન આપવા જેવી વાત છે કે અત્યાર સુધી કોરોના વાયરસથી 2977થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 

શનિવારે આવેલા મીડિયા રિપોર્ટનું કહેવું છે કે અમેરિકામાં અત્યાર સુધી COVID-19 ના ઓછામાં ઓછા ચાર મામલા મળ્યા છે જેના સોર્સની હજુ જાણકારી મળી શકી નથી. ઝાંગે કહ્યું, 'બંન્ને વાતોને અત્યાર સુધી એક સાથે રાખીને જોવી જોઈએ અને જ્યાં સુધી યોગ્ય પૂરાવા ન હોય કોઈ ચોક્કસ જાણકારીથી બચવું જોઈએ.'

ચીનનું વુહાન નથી કોરોનાનું કેન્દ્ર!
21 ફેબ્રુઆરીએ ચાઇનીઝ એકેડમી ઓફ સાઇન્સમાં એસોસિએટ પ્રોફેસર યૂ વેનબિને એક રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. આ પેપરમાં સંકેત આપવામાં આવ્યા છે કે બની શકે કે વુહાનમાં હુઆનન સીફૂડ માર્કેટ કોરોના વાયરસનું કેન્દ્ર ન હોય. આર્ટિકટમાં કહેવામાં આવ્યું છે કે 58 નવા કોરોનાવાયરસના હેપ્લોટાઇપ્સને  H1-H58 નંબર આપવામાં આવ્યા. તેને 5 ગ્રુપ A, B, C, D અને Eમાં વિભાજીત કરવામાં આવ્યા, જેમાં A સૌથી મોટો અને E સૌથી નાનો વાયરસ છે. પરંતુ હુબેઈમાં માત્ર ગ્રુપ સીના કોરોના વાયરસની માહિતી મળી છે. પરંતુ અમેરિકામાં આ પાંચેય ગ્રુપના વાયરસને જોવામાં આવ્યા છે. 

પરંતુ યૂ અને તેના કર્મચારીઓનું માનવું છે કે બની શકે છે હુબેઈમાં રહેલ નોવેલ કોરોના વાયરસ અન્ય જગ્યાએથી આવીને ફેલાયો હોય. તેમણે આગળ સ્પષ્ટ કર્યું કે આ શોધ વિજ્ઞાન પર આધારિત છે. તેમના પ્રમાણે, 'જો અમેરિકામાં મળેલ નોવાલ કોરોના વાયરસના તમામ ટેસ્ટ રિઝલ્ટ ગ્રુપ સીના મળે છે તો કહી શકાય કે આ ચીનથી ફેલાયો નથી. પરંતુ જો તેમ ન હોય તો બની શકે કે અહીંથી ફેલાયો હોય.'

વધુ રિસર્ચની જરૂર
હાલમાં તાઇવાનમાં એક લોકલ ટીવી શોમાં ફાર્માકોલોજિસ્ટ પેન હુવેઈ જોન્ગે આ આર્ટિકલનો હવાલો આપ્યો હતો. તેમનું કહેવું છે કે અમેરિકામાં COVID-19ના મામલામાં જુઓ તો અહીં મેનલેન્ડ ચીનના મુકાબલે નવા કોરોના વાયરસના વધુ મલ્ટીપલ જેનેટિક ટાઇપ જોવા મળ્યા છે. 

શનિવારે વુહાનના વાયરોલોજિસ્ટ યાંગ ઝૈંનક્યૂએ ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું છે કે અમેરિકામાં ઝન્ફ્લુએન્જાથી મોતના કારણોની જાણકારી મેળવવા માટે હજુ વધુ અભ્યાસની જરૂર છે. ઇન્ફ્લુએન્જાની શરૂઆત ક્યાંથી થી, તેના તારણ પર પહોંચતા પહેલા વિસ્તૃત તપાસ કરવી જોઈએ. તેવા ઘણા પૂરાવા છે જે COVID-19 સાથે જોડાયેલી જાણકારીઓને મુશ્કેલ કરી રહ્યાં છે. 

અમેરિકા અને ઇટાલીમાં કોરોનાથી મોત
સ્થાનીક પબ્લિકેશન લા રિપબ્લિકાએ સમાચાર આપ્યા છે કે ઇટાલીમાં એક એવા વ્યક્તિનું મોત થયું છે જે ચીનના કોઈપણ નાગરિકને ક્યારેય મળ્યો નથી. 

તો કેલિફોર્નિયામાં એક એવો વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયો, જેણે વાયરસથી પ્રભાવિત કોઈપણ જગ્યાની યાત્રા કરી નથી. આ વ્યક્તિ કોઈ ચેવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news