Corona: ચીનમાં અત્યાર સુધી 1775 લોકોના મોત, 40 અમેરિકીઓને ચેપ લાગતા હડકંપ
કોરોનાથી ચીનમાં અત્યાર સુધી 1775 લોકોના મોત થયા છે. તેમાંથી મોટા ભાગના મોત હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં થયા છે, જ્યારે 2009 નવા કેસ સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચીનથી શરૂ થયેલ કોરોના (COVID-19) વાયરસ હવે વિશ્વના 25થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1700ને પાર પહોંચી ગઈ છે. આ વચ્ચે જાપાનમાં ક્રુઝ પર ફસાયેલા લોકોમાં 40 અમેરિકીને કોરોનાનો ચેપ લાગી ગયો છે. આ ક્રુઝ પર સવાર 3 ભારતીયો પણ કોરોનાથી પીડિત છે. અત્યાર સુધી ક્રુઝ પર કુલ 200થી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે ચીનમાં 9,419 લોકોને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ચીનમાં કોરોના (COVID-19)થી વધી રહેલા મૃત્યુઆંકથી વિશ્વમાં ડરનો માહોલ છે. ત્યાં 31 પ્રાંતોમાં કોરોનાએ પગ પેસારો કરી લીધો છે. તેમાં સૌથી વધુ હુબેઈ પ્રાંતનું વુહાન શહેર પ્રભાવિત છે. કોરોના વાયરસ અહીંથી શરૂ થયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનના નેશનલ હેલ્થ કમીશન (NHC)ના હવાલાથી જણાવ્યું છે કે ત્યાં કોરોનાથી અત્યાર સુધી 17775 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે કન્ફર્મ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.
કોરોનાથી ચીનમાં અત્યાર સુધી 68,500 લોકો પ્રભાવિત
કોરોનાથી ચીનમાં રવિવારે 142 લોકોના મોત થયા અને આંકડો 1755 સુધી પહોંચી ગયો છે. તેમાં મોટા ભાગતના મોત હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં થયા છે, જ્યારે 2009 નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં કોરોનાથી અત્યાર સુધી 68500 કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 2009માંથી 1843 કન્ફર્મ કેસ માત્ર વુહાનના છે. ચીનન હુબેઈ પ્રાંતમાં અત્યાર સુધી 56249 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે.
જાપાની ક્રુઝ પર 138 ભારતીયો ફસાયા, 3ને ચેપી
બીજીતરફ જાપાનના યોકોહામા કિનારે ઉભેલી ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ પર તૈનાત કેટલાક અધિકારીને પણ ચેપ લાગી ગયો છે. મહત્નવું છે કે આ ક્રુઝ પર કુલ 3711 લોકો 10 દિવસ કરતા વધુ સમયથી ફસાયેલા છે. આ ક્રુઝ પર હોંગકોંગથી સવાર એક વ્યક્તિમાં સૌથી પહેલા કોરોનાના લક્ષણ સામે આવ્યા હતા. ક્રુઝમાં કુલ 138 ભારતીય નાગરિક હાજર છે. ભારતીય દૂતાવાસ જાપાન પ્રશાસન સાથે સંપર્કમાં છે. ક્રુઝ પર સવાર ભારતીયોમાંથી 3ને કોરોનાનો ચેપ લાગી ગયો છે.
ક્રુઝ પર 40 અમેરિકીઓને પણ લાગ્યો ચેપ
ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ પર 40 અમેરિકાના નાગરિકોને કોરોનાનો ચેપ લાગી ગયો છે. પીટીઆઈ પ્રમાણે અમેરિકાએ આ ક્રુઝ પર સવાર 400 અમેરિકી લોકોને પરત પોતાના દેશ લાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. પરંતુ તેમાં જણાવવામાં આવ્યું કે, ચેપગ્રસ્ત 40 લોકોને એરલિફ્ટ કરીને અમેરિકા લઈ જવામાં આવશે નહીં. તેને જાપાનની હોસ્પિટલમાં દાખલ કરીને તેની સારવાર કરવામાં આવશે. આ રીતે ક્રુઝ પર અત્યાર સુધી કોરોનાના 200 કેસ સામે આવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે