Coronavirus: કોરોના વાયરસ પર પીએમ મોદીની ઓફર પર ચીને આપ્યો આ જવાબ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. આ દરમિયાન તેમણે કોરાના વાયરસને લઊને ભારતની મદદની ઓફર આપી હતી.

 Coronavirus: કોરોના વાયરસ પર પીએમ મોદીની ઓફર પર ચીને આપ્યો આ જવાબ

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. ચીનની સાથે તેની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને કોઈપણ પ્રકારની મદદની ઓફર કરી હતી. પીએમ મોદીના પત્ર પર હવે ચીની વિદેશ મંત્રાલયનો જવાબ આપ્યો છે અને આ ઓફરને ભારત-ચીનની ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવ્યું છે. 

ચીની વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'ભારત તરફથી કોરોના વાયરસને લઈને જે સમર્થનની વાત કરવામાં આવી, તે માટે અમે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત દ્વારા આવું કહેવું ચીનની સાથે તેની ગાઢ મિત્રતાને દર્શાવે છે. અમે ભારત અને વિશ્વના તમામ દેશોની સાથે કામ કરવા તૈયાર છીએ, જેથી આ વાયરસ વિરુદ્ધ યુદ્ધ લડી શકાય.'

— Sun Weidong (@China_Amb_India) February 9, 2020

પીએમ મોદીએ આપી હતી ઓફર
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. તેમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે ચીનને થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભારત તરફથી કોઈપણ પ્રકારની સહાયતાની રજૂઆત કરી હતી.

પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબેઈ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવામાં ચીની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદની પ્રશંસા કરી હતી. 

મહત્વનું છે કે ચીનમાં ભારતના 300થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા હતા, જેને વિદેશ મંત્રાલયે ચીનની સરકારની મદદથી બહાર કાઢ્યા હતા. એર ઈન્ડિયાના બે વિમાન ચીનથી ભારતીય નાગરિકોને પરત દેશ લઈને આવ્યા અને હવે અહીં તેની સારવાર કરવામાં આવી રહી છે.

છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની અસર વિશ્વભરમાં થઈ છે. માત્ર ચીનમાં આ વાયરસને કારણે 900થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાયરસને કારણે ચીનનો મોટા ભાગના દેશો સાથે સંપર્ક ઓછો થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news