ઘાતક કોરોના વાયરસ પર લેટેસ્ટ ખુલાસાથી વૈજ્ઞાનિકો ચોંક્યા, જાણીને તમને પણ આઘાત લાગશે 

કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં અલગ અલગ રિસર્ચ થઈ રહ્યાં છે. થોડા સમય પહેલા દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાયરસ 30 ડિગ્રીથી વધુ તાપમાનમાં મરી જાય છે. આ જ કારણે બધા ગરમીની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક તાજા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 60 ડિગ્રી તાપમાનમાં પણ કોરોના વાયરસ જીવિત રહી શકે છે. 
ઘાતક કોરોના વાયરસ પર લેટેસ્ટ ખુલાસાથી વૈજ્ઞાનિકો ચોંક્યા, જાણીને તમને પણ આઘાત લાગશે 

નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં અલગ અલગ રિસર્ચ થઈ રહ્યાં છે. થોડા સમય પહેલા દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાયરસ 30 ડિગ્રીથી વધુ તાપમાનમાં મરી જાય છે. આ જ કારણે બધા ગરમીની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક તાજા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 60 ડિગ્રી તાપમાનમાં પણ કોરોના વાયરસ જીવિત રહી શકે છે. 

વૈજ્ઞાનિકો પોતે પણ ચોંકી ગયા
દક્ષિણ ફ્રાન્સની Aix-Marseille University ના રિસર્ચમાં ખુલાસો થયો છે કે આ વાયરસ પર ગરમીની કોઈ ખાસ અસર થતી નથી. અમારી સહયોગી ઝી બિઝના જણાવ્યાં મુજબ યુનિવર્સિટીના પ્રોફેસર રેમી શેરેલ અને તેમની ટીમ કોરોના વાયરસ પર સતત રિસર્ચ કરી રહી છે. 

શું હાઈડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક છે?
કોરોના વાયરસને સમજવા માટે થયેલા આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસને મારવામાં બહુ ખાસ કારગર નથી. ફ્રેન્ચ સ્ટડીમાં દાવો કરાયો છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી કોરોના પર કોઈ ખાસ અસર થશે નહીં. 

જુઓ LIVE TV

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના પ્રમુખ ડો. કે.શ્રીનાથ રેડ્ડીએ ઝી ન્યૂઝ ડિજિટલ સાથે વાતચીતમાં કહ્યું કે કોરોના વાયરસને ટેમ્પરેચર સેન્સિટિવ કહેવાય છે. પરંતુ ભારત તેના પર અભ્યાસ કરી રહ્યું છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણના પોત પોતાના રિસર્ચ છે. ભારતમાં આવ્યાં બાદ તેનું સ્વરૂપ કેવું છે તેના પર રિપોર્ટ આવવાનો બાકી છે. અમે અમારા અભ્યાસ બાદ જ કોઈ પરિણામ પર પહોંચીશું. 

ઉલ્લેખનીય છે કે છેલ્લે મળતી માહિતી મુજબ હાલ દેશમાં કોરોનાના 13387 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 1749 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 437 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news