હવે માત્ર 10 સેકંડમાં જ થઈ જશે કોરોના પોઝિટિવની ઓળખ, આવી ગઈ છે લેટેસ્ટ ટેસ્ટિંગ કિટ

તુર્કીના વૈજ્ઞાનિકોએ Diagnovir ડાયગ્નોસ્ટિક કિટનું સંશોધન કર્યું છે. બિલ્કેંટ યૂનિવર્સિટીના રેક્ટર અબ્દુલ્લા અતલાર જણાવે છેકે, કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ હશે તો આ ચિપ માત્ર 5 થી 10 સેકંડમાં જ રિઝલ્ટ આપી દેશે. જો કોઈ વ્યક્તિ કોરોનાની સંક્રમિત નહીં હોય તો તેનો નેગેટિવ હોવાનો રિપોર્ટ પણ માત્ર 20 સેકંડમાં મળી જશે.

હવે માત્ર 10 સેકંડમાં જ થઈ જશે કોરોના પોઝિટિવની ઓળખ, આવી ગઈ છે લેટેસ્ટ ટેસ્ટિંગ કિટ

અંકારાઃ દુનિયાભરમાં કેટલાંક દેશોએ ભલે કોરોનાની વેકસીન તૈયાર કરી લીધી હોય. પણ કઈ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ છે અને કઈ વ્યક્તિને સંક્રમણ નથી થયું તે જાણવું સૌથી વધુ મહત્ત્વનું છે. અને એ જાણકારી મેળવવામાં કેટલોક સમય પણ જતો રહે છે. આ સમસ્યાનું પણ હવે સમાધાન થઈ ગયું છે. કારણકે, તુર્કી યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનીક (Corona Test Kit)નું સંશોધન કર્યું છે. જેની મદદથી હવે માત્ર 10 જ સેકંડમાં કોરોના પોઝિટિવ વ્યક્તિની ઓળખ થઈ શકશે.

10 સેકંડમાં મળી જશે કોરોના ટેસ્ટનું પરિણામ
બિલ્કેંટ યૂનિવર્સિટી  (Bilkent University)ના સંશોધકોએ આ ડાયગ્નોસ્ટિક કિટને ડાયગ્નોવિયર (Diagnovir) નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છેકે,  Covid-19 સંક્રમણની ઓળખ કરવા માટે આ કિટમાં નૈનો ટેક્નોલાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની મદદથી હવે માત્ર 10 જ સેકંડમાં પરિણામ મળી જશે. તેમણે ટેસ્ટિંગ પ્રક્રિયા અંગેની જાણકારી આપતા જણાવ્યુંકે, તેમાં સૌથી પહેલાં દર્દીના મોંઢામાંથી સ્વૈબ (લાળ)નું સેમ્પલ લેવામાં આવે છે.

ચિપથી કરવામાં આવે છે સ્વૈબના નામુનાનું પરિક્ષણ
દર્દીના મોઢામાંથી સ્વૈબ લીધાં બાદ તેને એક કેમિકલમાં ભેળવવામાં આવે છે. ત્યાર પછી તેને પૈથોજન ડિટેક્શન ચિપ (Pathogen Detection Chip) માં જોડવામાં આવે છે. ત્યાર બાદ આ ચિપ ઓપ્ટિકલ રીતે આ નમુનાનું પરિક્ષણ કરે છે. એક બીપ સિગ્નલ મારફતે પોઝિટિવ કે નેગેટિવના રિપોર્ટ અંગેની જાણ થાય છે. બિલ્કેંટ યૂનિવર્સિટીના રેક્ટર અબ્દુલ્લા અતલાર જણાવે છેકે, કોરોના વાયરસનો રિપોર્ટ (Coronavirus Report) પોઝિટિવ હોય તો માત્ર 5 થી 10 સેકંડમાં તેનું પરિણામ મળી જાય છે. જ્યારે જે વ્યક્તિમાં કોરોનાનું સંક્રમણ ન હોય તેનો કોરોના અંગેનો નેગેટિવ રિપોર્ટ પણ 20 સેકંડમાં મળી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news