Corona: ડેલ્ટાથી બિલકુલ અલગ છે ઓમિક્રોનનું આ એક લક્ષણ, દર્દીને રાતે થાય છે આ સમસ્યા

Delta vs Omicron: આ લક્ષણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ કરતા એકદમ અલગ છે. જે તમારે જાણવું જરૂરી છે.

Corona: ડેલ્ટાથી બિલકુલ અલગ છે ઓમિક્રોનનું આ એક લક્ષણ, દર્દીને રાતે થાય છે આ સમસ્યા

Delta vs Omicron: આ લક્ષણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ કરતા એકદમ અલગ છે. જે તમારે જાણવું જરૂરી છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ રાતે આ પ્રકારની સમસ્યા અનુભવતા જોવા મળ્યા છે. 

2019માં જ્યારે કોવિડ-19ની શરૂઆત થઈ હતી ત્યાર બાદ સતત આપણે આ વાયરસમાં પરિવર્તન જોઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક સમયમાં ડેલ્ટા વેરિએન્ટે સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યો છે. હવે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન સામે આવ્યો છે. વિશેષજ્ઞો વચ્ચે એ ચિંતાનો વિષય છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ સંક્રમક છે. શું તેના લક્ષણ વધુ ખતરનાક હોઈ શકે છે?

ઓમિક્રોન વાયરસ ડેલ્ટા વાયરસ કરતા પણ ઝડપથી ફેલાવવા માટે તૈયાર છે. તે અત્યાર સુધીમાં 63થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. પરંતુ જ્યારે ઓમિક્રોનના લક્ષણોની વાત સામે આવે છે ત્યારે વિશેષજ્ઞ તેને લઈને થોડા ઓછા ચિંતિત જણાઈ રહ્યા છે આવું કેમ? આવો સમજીએ. 

ઓમિક્રોનના લક્ષણો છે ખુબ માઈલ્ડ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાં મુજબ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનમાં ખુબ જ ઝડપથી ફેલાવવાની ક્ષમતા છે. જે લોકો પહેલા કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂક્યા છે અને સંપૂર્ણ વેક્સિનેટેડ છે તેમને પણ આ સંક્રમણ લપેટામાં લઈ શકે છે. પરંતુ આમ છતાં ગ્લોબલ હેલ્થ એજન્સી કહે છે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ પણ પ્રકારના ખતરનાક લક્ષણો જોવા મળ્યા નથી. તે ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં લોકોને ઓછો પરેશાન કરી રહ્યો છે. 

આ બાજુ દક્ષિણ આફ્રિકા કે જ્યાંથી આ નવા વેરિએન્ટની શરૂઆત થઈ છે ત્યાંના ડોક્ટર એન્જેલિક કોએત્ઝી જે સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન છે. તેમનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ ખાસ તકલીફ  હજુ સુધી જોવા મળી નથી. વિશેષજ્ઞ પણ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. દર વખતે કોવિડ-19 ના વાયરસમાં ફેરફાર જોવા મળે છે આથી તેના પર રિસર્ચ ચાલુ છે. 

ડેલ્ટા અને ઓમિક્રોનના દર્દીઓમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે પરંતુ ઓમિક્રોનમાં એક લક્ષણ એવું જોવા મળે છે જે અન્ય લક્ષણો કરતા એકદમ અલગ છે. આવો જાણીએ તે વિશે...

ઓમિક્રોનના દર્દીમાં રાતે જોવા મળે છે આ એક સમસ્યા
ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાં ખુબ શારીરિક દુખાવો જોવા મળી રહ્યો છે. આવા લોકોના શરીરના દરેક ભાગમાં ખુબ વધુ તકલીફ થાય છે. ડોક્ટર અનબન પિલ્લે જે સાઉથ આફ્રિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થમાં કામ કરે છે. તેમના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત દર્દીઓને રાતના સમયે ખુબ પરસેવો થાય છે. આ સાથે જ દુ:ખાવો પણ ખુબ થાય છે. જ્યારો ઓમિક્રોન વેરિએન્ટનો વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણી ઈમ્યુન સિસ્ટમ તેની સામે લડવા માટે તૈયાર થાય છે. આ ઈન્ફ્લેમેશનના કારણે જ શારીરિક દુખાવો જોવા મળે છે. પરંતુ અહીં તમને જણાવીએ કે ઓમિક્રોનથી પ્રભાવિત દર્દીઓમાં તેના અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. એટલે કે દરેક દર્દીમાં ઉધરસ કે તાવ જેવી તકલીફો જોવા મળતી નથી. 

ઓમિક્રોનના અન્ય લક્ષણો (Omicron Symptoms)
સ્ક્રેચી થ્રોટ- દક્ષિણ આફ્રિકાના ડોક્ટર એન્જેલિક ઓએત્ઝીના જણાવ્યાં મુજબ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં ગળામાં ખરાશની જગ્યાએ સ્ક્રેચી થ્રોટ જેવી સમસ્યા જોવા મળે છે. આમ તો આ બંને સ્થિતિઓ એક હદ સુધી સરખી હોઈ શકે છે જો કે સ્ક્રેચી થ્રોટની સમસ્યા વધુ દર્દનાક હોય છે. 

થાક- પહેલાના વેરિએન્ટની જેમ ઓમિક્રોનથી થાક કે વધુ પડતો થાક થઈ શકે છે. એક વ્યક્તિ થાકેલો મહેસૂસ કરી શકે છે. ઓછી ઉર્જાનો અનુભવ કરી શકે છે અને આરામ કરવાની તીવ્ર ઈચ્છા થઈ શકે છે. જે રોજબરોજની ગતિવિધિઓમાં વિધ્ન નાખી શકે છે. જો કે અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે થાક અન્ય કારણો અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ થઈ શકે છે. તેથી સ્થિતિની પુષ્ટિ કરવા માટે ડોક્ટરને જરૂર દેખાડો. 

સામાન્ય તાવ- કોરોના વાયરસની શરૂઆત બાદથી હલવો કે મધ્યમ તાવ કોવિડ-19ના ગણાવેલા લક્ષમોમાંથી એક છે. પરંતુ ઓમિક્રોનમાં તાવ માઈલ્ડ રહે છે અને અનેક દિવસો સુધી રહી શકે છે. 

સૂકી ઉધરસ- સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યાં મુજબ ઓમિક્રોનથી પીડિત લોકોને સૂકી ખાસી પણ થઈ શકે છે. આ લક્ષણ કોવિડ-19ના લક્ષણોમાં પણ જોવા મળ્યું હતું. સૂકી ખાસી ત્યારે થાય છે જ્યારે તમારું ગળું સૂકાય છે કે પછી તમારા ગળામાં ઈન્ફેક્શન થવાના કારણે કઈક અટકેલું લાગે છે. 

રાતે પરસેવો- દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટર અનબેન પિલ્લેના જણાવ્યાં મુજબ રાતના સમયે પરસેવો આવવો એ પણ આ બીમારીનું લક્ષણ છે. રાતે ખુબ પરસેવો આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બીમારીથી પીડિત વ્યક્તિ જો એસી ચાલુ  કરીને કે ઠંડી જગ્યાએ સૂઈ જાય તો પણ તેને પરસેવો આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news