યમરાજને સાથે જ લઈને ફરે છે કોરોનાનો આ નવો રાક્ષસ! જુઓ કોરોના વાયરસનું અત્યાર સુધીનું સૌથી ભયાનક રૂપ!

રૂપ બદલીને આવ્યો કોરોનાનો રાક્ષસ! આલ્ફા,બીટા, ગામા, લેમ્બડા, ડેલ્ટા અને હવે કપ્પા વેરિયન્ટ...બાપ રે...! આ આર્ટીકલમાં અમે તમારા કામની તમામ માહિતી દર્શાવી છે. આલ્ફા,બીટા, ગામા, લેમ્બડા, ડેલ્ટા અને હવે કપ્પા વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક? તેનાથી કેવી રીતે બચી શકાય? તે જાણવા વાંચો આખો આર્ટીકલ...

યમરાજને સાથે જ લઈને ફરે છે કોરોનાનો આ નવો રાક્ષસ! જુઓ કોરોના વાયરસનું અત્યાર સુધીનું સૌથી ભયાનક રૂપ!

જયેશ જોશી, અમદાવાદઃ રૂપ બદલીને આવ્યો કોરોનાનો રાક્ષસ! આલ્ફા,બીટા, ગામા, લેમ્બડા, ડેલ્ટા અને હવે કપ્પા વેરિયન્ટ...બાપ રે...! આ આર્ટીકલમાં અમે તમારા કામની તમામ માહિતી દર્શાવી છે. કપ્પા વેરિયન્ટથી બચવા માટે વિશેષજ્ઞ લોકોને માસ્ક પહેરવાની સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. આલ્ફા,બીટા, ગામા, લેમ્બડા, ડેલ્ટા અને હવે કપ્પા વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક? તેનાથી કેવી રીતે બચી શકાય? તે જાણવા વાંચો આખો આર્ટીકલ...

Maximum Returns: આ ફૉર્મ્યૂલા જાણી લેશો તો જલ્દી જ તમારા પૈસા થઈ જશે ડબલ-ટ્રિપલ!

કોરોનાના કપ્પા વેરિયન્ટના નવા કેસ સામે આવ્યા પછી લોકો તેને લઈને ચિંતામાં છે. ઉત્તર પ્રદેશ પછી રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટના 11 કેસ સામે આવ્યા છે. તેની પહેલા યૂપીમાં પણ કપ્પા વેરિયન્ટના બે કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં કપ્પા વેરિયન્ટને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ થઈ રહ્યા છે. ત્યારે અમે તમને તે દરેક સવાલના જવાબ આપીશું જે તમારા મનમાં ઉદભવી રહ્યા છે.

જવાબ-
તો આ કપ્પા વેરિયન્ટ કોરોનાના બે ફેરફારથી બન્યો છે. અને તેને B.1.617.1 નામથી પણ ઓળખવામાં આવે છે. વાયરસના આ બે મ્યૂટેશનને E484Q અને L453Rના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે. એકસપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વેરિયન્ટ નથી,તે ઘણા સમયથી છે.

સવાલ નંબર-2
કપ્પા વેરિયન્ટના લક્ષણો શું છે:

જવાબ-
કપ્પા વેરિયન્ટના લક્ષણ પણ બધા વેરિયન્ટ જેવા જ છે. તેમાં તાવ, લાંબા સમય સુધી ઉધરસ રહેવી, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, મોં સૂકાઈ જવું, સુગંધ અને સ્વાદનો અનુભવ ન થવો વગેરે છે. અમુક કેસમાં શરીર પર નિશાન થઈ જાય છે. તે સિવાય આંખો અને નાકમાં પાણી આવવાના લક્ષણ છે.

સવાલ નંબર-3
શું આ કપ્પા વેરિયન્ટ નવો વેરિયન્ટ છે?

જવાબ-
કપ્પા વેરિયન્ટ કોઈ નવો વેરિયન્ટ નથી. ભારતમાં પહેલી વખત તે ઓક્ટોબર 2020માં જોવા મળ્યો હતો. જોકે WHOએ તેને 4 એપ્રિલ 2021માં વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યો હતો.

સવાલ નંબર-4
શું આ કપ્પા વેરિયન્ટ ઝડપથી ફેલાય છે?

જવાબ-
આ વેરિયન્ટમાં મનુષ્યની ઈમ્યૂન સિસ્ટમને છેતરવાની ક્ષમતા હોય છે. એટલે કે તે ટેસ્ટિંગ અને દવાઓથી બચવાની તાકાત ધરાવે છે. પરંતુ કોરોનાના નિયમો ન પાળવામાં આવે તો કોઈપણ વ્યક્તિ તેનાથી સંક્રમિત થઈ શકે છે.

સવાલ નંબર-5
શું કપ્પા વેરિયન્ટ સામે કોરોના વેક્સીન અસરકારક છે?

જવાબ-
તો જવાબ છે હા, ભારતમાં અત્યારે મૂકવામાં આવી રહેલી કોવેક્સીન અને કોવિશીલ્ડ આ વેરિયન્ટ સામે તમને સુરક્ષિત રાખશે. આ દાવો અમે નહીં પરંતુ ICMR અને ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.

સવાલ નંબર-6
આ વેરિયન્ટથી કઈ રીતે તમારી જાતને બચાવશો?

જવાબ-
(1) ઘરની બહાર નીકળો ત્યારે ડબલ માસ્ક લગાવો
(2) ધરની બહાર હોય ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરો
(3) જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો
(4) ઘરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ન ભૂલશો
(5) હાથને લગભગ 20 સેકંડ સુધી દિવસમાં અનેકવાર સાફ કરો
(6) બહારથી આવેલા સામાનને અવશ્ય સાફ કરો
(7) બહારથી આવ્યા પછી સ્નાન કરો
(8) ઘરની એવી જગ્યા જે અનેકવાર ઉપયોગ થતી હોય તેને સેનિટાઈઝ કરો
(9) ડિસ્પોઝેબલ માસ્કને એકવાર ઉપયોગ કર્યા પછી ડસ્ટબિનમાં ફેંકી દો
(10) ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ

સવાલ નંબર-7
મેં વેક્સીન લઈ લીધી છે તો મને કપ્પા વેરિયન્ટની અસર થશે?

જવાબ-
આપણા વૈજ્ઞાનિકો દિવસ-રાત સંશોધન કરી રહ્યા છે.જેમાં સામે આવ્યું છે કે વેક્સીનનો એક ડોઝ લેનારા આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટને નિષ્ફળ કરી શકે છે. જોકે બંને ડોઝ લઈ લીધા હોય તેવા 95% લોકોએ બંને વેરિયન્ટને નિષ્ફળ કરી દીધા. વેરિયન્ટે સમય સાથે પોતાનામાં ફેરફાર કર્યો છે. તો આપણે પણ એક વેક્સીન લઈને નિશ્વિંત ન બની જઈએ. સમય થાય એટલે વેક્સીનના બંને ડોઝ લઈ લઈએ. કેમ કે વેક્સીનના બંને ડોઝ તમને કોઈપણ વેરિયન્ટ સામે સુરક્ષિત રાખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news