લો બોલો...તમાકુમાંથી તૈયાર થઈ ગઈ કોરોનાની રસી! આ સિગારેટ બનાવતી કંપનીએ કર્યો દાવો 

કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના આંકડા સતત વધી રહ્યાં છે. આ મહામારીએ અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ લીધા છે. દુનિયા કોરોના માટેની રસી (Corona Vaccine) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિકોને સફળતા મળી નથી. દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ કોરોનાની રસી તૈયાર કરવામાં લાગ્યા છે. આ બધા વચ્ચે બ્રિટિશ અમેરિકન કંપનીએ તમાકુથી કોરોના વાયરસની રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે. 

લો બોલો...તમાકુમાંથી તૈયાર થઈ ગઈ કોરોનાની રસી! આ સિગારેટ બનાવતી કંપનીએ કર્યો દાવો 

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના આંકડા સતત વધી રહ્યાં છે. આ મહામારીએ અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ લીધા છે. દુનિયા કોરોના માટેની રસી (Corona Vaccine) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિકોને સફળતા મળી નથી. દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ કોરોનાની રસી તૈયાર કરવામાં લાગ્યા છે. આ બધા વચ્ચે બ્રિટિશ અમેરિકન કંપનીએ તમાકુથી કોરોના વાયરસની રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે. 

વિશ્વની બીજી સૌથી મોટી તમાકુ કંપની બ્રિટિશ અમેરિકન ટોબેકો (British American Tobacco) નો દાવો છે કે તેણે તમાકુના છોડમાંથી કોરોનાની રસી તૈયાર કરી લીધી છે. કંપનીના જણાવ્યાં મુજબ આ વેક્સિનમાં ઉપયોગમાં  લેવામાં આવેલા તત્વ તમાકુના છોડમાંથી લેવાયા છે. વેક્સિન બનાવવા માટે કોરોના વાયરસનો એક હિસ્સો કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ તેને તમાકુના પાંદડા પર છોડવામાં આવ્યો જેથી કરીને તેની સંખ્યા વધી શકે. પરંતુ જ્યારે આ પાંદડા કાપવામાં આવ્યાં તો તેમા વાયરસ જોવા મળ્યો નહીં. 

તમાકુના પાંદડામાંથી રસી તૈયાર કરનારી કંપનીનું કહેવું માનીએ તો રસી બનાવવાની આ રીત ફક્ત ઝડપી જ નહીં પરંતુ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એટલું જ નહીં તેને ઠંડા તાપમાનમાં સ્ટોર કરવાની જરૂર પણ પડતી નથી. તેને સામાન્ય તાપમાનમાં પણ રાખી શકાય છે. તેના સિંગલ ડોઝ જ ઈમ્યુન સિસ્ટમ માટે અસરકારક સાબિત થશે. 

જુઓ LIVE TV

કંપનીના જણાવ્યાં મુજબ આ વેક્સિનની પ્રી ક્લિનિકલ ટ્રાયલ એપ્રિલમાં કરવામાં આવી હતી જેના પરિણામ સફળ રહ્યાં હતાં અને હવે માણસો પર તેના ટ્રાયલની શરૂઆત થઈ રહી છે. હાલ તેના ટ્રાયલ માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી માંગવામાં આવી છે. જો આ ટ્રાયલ માણસો પર સફળ રહેશે તો તે મહામારી વચ્ચે વરદાન સાબિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news