અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA ના ડિરેક્ટરે તાલિબાનના નેતા Mullah Baradar સાથે કરી સીક્રેટ મિટિંગ, ડીલના સંકેત

અમેરિકા ભલે તાલિબાન (Taliban) સામે કડક વલણ અપનાવી રહ્યું છે, પરંતુ આંતરિક રીતે તેમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, CIA ના ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સ કાબુલમાં તાલિબાન નેતા મુલ્લા બરાદરને (Mullah Baradar) મળ્યા છે

અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA ના ડિરેક્ટરે તાલિબાનના નેતા Mullah Baradar સાથે કરી સીક્રેટ મિટિંગ, ડીલના સંકેત

વોશિંગ્ટન: અમેરિકા ભલે તાલિબાન (Taliban) સામે કડક વલણ અપનાવી રહ્યું છે, પરંતુ આંતરિક રીતે તેમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, CIA ના ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સ કાબુલમાં તાલિબાન નેતા મુલ્લા બરાદરને (Mullah Baradar) મળ્યા છે. સોમવારે બંને વચ્ચે થયેલી આ બેઠક બાદ, અમુક પ્રકારના સોદાના સંકેત પણ મળી રહ્યા છે.

અમેરિકન સૈનિકોની વાપસી ચાલુ
ઉચ્ચ સ્તરીય બેઠકમાં બરાદર અને સીઆઇએ ડિરેક્ટરનો આમનો-સામનો થયો છે. મળતી માહિતી મુજબ, કાબુલ કબજે કર્યા બાદ આ પ્રકારની પ્રથમ ઉચ્ચ સ્તરીય મંત્રણા છે જેમાં અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ તાલિબાન સાથે વાતચીત કરી છે. અમેરિકા પાસે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી તેમની સેનાને પાછી ખેંચવાની ડેડલાઈન છે અને તેને લઇને તાલિબાન-અમેરિકા આ ​​અંગે અટવાયેલું છે.

માનવામાં આવે છે કે CIA ના ડિરેક્ટરે તાલિબાન નેતા સાથે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવાના મુદ્દે ચર્ચા કરી છે. હાલમાં, ઘણા દેશોના નાગરિકો પણ કાબુલ એરપોર્ટમાં ફસાયેલા છે જે દેશ છોડવા માંગે છે. ભારત, અમેરિકા સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને ત્યાંથી હટાવી લીધા છે, આ હોવા છતાં ઘણા અફઘાન નાગરિકો પણ તેમનો દેશ છોડીને બહાર જવા માંગે છે.

આ મુદ્દાઓ પર કરી શકાય છે ડીલ
ગુપ્તચર એજન્સીએ આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, ન તો વ્હાઈટ હાઉસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે. અમેરિકાની ઘણી ન્યૂઝ ચેનલોએ આ બેઠક વિશે માહિતી આપી છે. તાલિબાને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાને કોઈ પણ ભોગે ડેડલાઈન બાદ તેમના સૈનિકોને હાજર રાખવા દેશે નહીં.

વોશિંગ્ટન પોસ્ટના સમાચારો અનુસાર રાષ્ટ્રપતિ જો બિડેને (President Joe Biden) ગુપ્તચર એજન્સીના ડિરેક્ટરને તાલિબાન નેતાને મળવા માટે કાબુલ મોકલ્યા છે. આ વાતચીતના એજન્ડામાં અમેરિકન નાગરિકોને કાબુલમાંથી બચાવવા અને સૈનિકોને પાછા ખેંચવા અંગે ચર્ચાના સંકેતો છે. બિડેન પહેલેથી જ પોતાના નાગરિકોને કાબુલમાંથી બહાર કાવાની કામગીરીને ખૂબ જ પડકારજનક અને મુશ્કેલ કાર્ય ગણાવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news