આ દેશમાં ફેલાઇ રહી છે કોરોના કરતા પણ ઘાતક બિમારી, ચીની અધિકારીઓનો ચોંકાવનારો દાવો

આ દેશમાં ફેલાઇ રહી છે કોરોના કરતા પણ ઘાતક બિમારી, ચીની અધિકારીઓનો ચોંકાવનારો દાવો

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. બીજી તરફ કજાકિસ્તાન બીજી વિચિત્ર મહામારીનો સામનો કરી રહ્યું છે. આ દાવો છે ચીની અધિકારીઓનો. CNN ના એક રિપોર્ટ અનુસાર ચીનનાં અધિકારીઓએ ચેતવણી આપી છે કે, કજાકિસ્તાનમાં એક નવો જ અજાણ્યો ન્યુમોનિયા પ્રકારનો રોગ ફેલાઇ રહ્યો છે. જે કોરોનાની તુલનાએ વધારે જીવલેણ છે. 

રિપોર્ટ અનુસાર ન્યૂમોનિયાથી મધ્ય એશિયન દેશ કજાકિસ્તાનમાં આ વર્ષે 1700 થી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. કજાકિસ્તામાં ચીની દુતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે, કજાકિસ્તાનનાં સ્વાસ્થય વિભાગ અને અન્ય એજન્સીઓ સંશોધન કરી રહી છે પરંતુ હજી સુધી ન્યુમોનિયા નાં વાયરસની ઓળખ થઇ શકી નથી. 

દૂતાવાસના અનુસાર કજાકિસ્તાનમાં જુનમાં મધ્યથી જ આ અજાણ્યા ન્યૂમોનિયાનાં કેસ ખુબ જ વધી રહ્યા છે.  એટલે સુધી કે કેટલાક સ્થળો પર એક દિવસમાં સેંકડો નવા કેસ નોંધાઇ રહ્યા છે. સ્થાનિક મીડિયાનો હવાલો ટાંકતા દૂતાવાસે કહ્યું કે, અત્યાર સુધી અયાતરૂ, અબોતોક, શ્યામકેંટ જેવા વિસ્તારોમાં આવા કેસ વધારે સામે આવી રહ્યા છે. જ્યાં લગભગ 500 નવા કેસ સામે આવ્યા છે. 30 લોકો ગંભીર રીતે બિમાર છે. આ બિમારીના કારણે 1772 લોકોનાં મોત થયા છે, જેમાં કેટલાક ચીની નાગરિકો પણ હતા. જે પૈકી 628 લોકોનાં મોત માત્ર જુન મહિનામાં જ થયા છે. આ બિમારા COVID 19 કરતા પણ વધારે ઘાતક છે. ગત્ત વર્ષે જુનનાં મહિનાની તુલનાએ આ વર્ષે જુન મહિનામાં ન્યૂમોનિયા કેસની બમણી થઇ ચુકી છે. 

કજિનફોર્મ અનુસાર નૂરસુલ્તાન હેલ્થકેર વિભાગનાં પ્રમુખે કહ્યું કે, દરરોજ 200થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. ગત્ત થોડા દિવસોથી એક દિવસમાં ન્યુમોનિયાથી પીડિત 300થી વધારે લોકોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. ચીની દુતાવાસે પ્રભાવિત વિસ્તારનાં પોતાના નાગરિકોને ભીડભાડવાળા જાહેર વિસ્તારોમાં નહી જવા માટે માહિતી આપી છે. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા, સેનિટાઇઝ રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news