Mumbai Blackout પર ઘેરાયું China, અમેરિકાના સાંસદે Joe Biden ને કહ્યું- ભારતને આપો સાથ

મુંબઇ બ્લેક આઉટ (Blackout) કાવતરા પર ચીન (China) ઘેરાઈ રહ્યું છે. અમેરિકા પણ સતત ચીનની હરકતો પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના સાંસદે જો બાઈડેન (Joe Biden) તંત્ર સાથે ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા અને ભારત સાથે ઉભા રહેવાની માંગ કરી છે

Mumbai Blackout પર ઘેરાયું China, અમેરિકાના સાંસદે Joe Biden ને કહ્યું- ભારતને આપો સાથ

વોશિંગ્ટન: મુંબઇ બ્લેક આઉટ (Blackout) કાવતરા પર ચીન (China) ઘેરાઈ રહ્યું છે. અમેરિકા પણ સતત ચીનની હરકતો પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના સાંસદે જો બાઈડેન (Joe Biden) તંત્ર સાથે ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા અને ભારત સાથે ઉભા રહેવાની માંગ કરી છે. અમેરિકા પહેલા પણ ચીનની દાદાગીરી સામે અવાજ ઉઠાવતું રહ્યું છે.

ભારતની સાથે અમેરિકા
વરિષ્ઠ અમેરિકાના સાંસદ ફ્રેંક પેલોને જો બાઇડેન (Joe Biden) તંત્રથી કર્યું છે, ભારતની પાવર ગ્રિડ પર ચીનના સાયબર હુમલાના (Cyberattack) વિરોધમાં અમેરિકાને (America) ભારત સાથે ઉભા રહેવું જોઇએ. કોંગ્રેસી ફ્રેંક પેલોને એક ટ્વીટમાં લખ્યું, અમેરિકાને આ આપણા વ્યૂહાત્મક મિત્રની (ભારત) સાથે ઉભા રહેવું જોઇએ અને ભારતમાં પાવર ગ્રિડ પર ચીનના ખતરનાક સાયબર હુમલાની નિંદા કરવી જોઇએ.

We cannot allow China to dominate the region through force and intimidation. https://t.co/1pMi2TMy3p

— Rep. Frank Pallone (@FrankPallone) March 1, 2021

ચીનની હરકતો પર નજર
રેકોર્ડેડ ફ્યૂચરના રિપોર્ટને ટાંકીને ફ્રેંક પેલોનએ કહ્યું, બંને દેશોની વચ્ચે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે આપણે ચીનને બળ અને ધાકધમકીના માધ્યમથી હાવી થવાની છૂટ આપવી જોઇએ નહીં. અમેરિકાના વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, ચીનનું (China) ભારત સામે ષડયંત્ર સાથે સંકડાયેલા રિપોર્ટ્સ વિશે સંપૂર્ણ જાણકારી છે. અમેરિકા સાયબર સ્પેસમાં ખતરાનો જવાબ આપવા માટે દુનિયાના તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news