હિન્દીને હથિયાર બનાવી ભારતમાં નફરત ફેલાવવા માંગે છે જિનપિંગ, આવી છે ચીનની તૈયારી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં કમ્યુનિસ્ટ વિચારધારા ફેલાવવા માંગે છે, આ માટે તેમણે ખાસ તૈયારીઓ પણ કરી છે. તેમનું પુસ્તક હિન્દીમાં પ્રકાશિત થયું છે, જેથી તેમની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. આ પુસ્તક અન્ય ઘણી ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
Trending Photos
બેઈજિંગઃ ચીન (China) ભારત વિરુદ્ધ કોઈને કોઈ ષડયંત્ર રચતું રહે છે. હવે તેનો ઈરાદો ભારત (India) માં કમ્યુનિસ્ટ વિચારધારા ફેલાવવાનો છે. આ માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) નું પુસ્તક હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જિનપિંગનું આ પુસ્તક મધ્ય એશિયાના દેશોની અન્ય ઘણી ભાષાઓમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં ચીનમાં શાસન અંગે જિનપિંગની થિયરી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
મેન્ડરિન સહિત અનેક ભાષાઓમાં પ્રકાશિત
ચીનની સરકારી સમાચાર એજન્સી 'ઝિન્હુઆ'ના સમાચાર અનુસાર, શાંઘાઈ કોઓપરેશન સંસ્થા (SCO) માં બુધવારે એક સમારોહમાં 'શી જિનપિંગઃ ધ ગવર્નન્સ ઓફ ચાઈના'નો પહેલો ખંડ હિન્દી, પશ્તો, દારી, સિંહાલી અને ઉઝબેક ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક વર્ષોથી મેન્ડરિન સિવાય અંગ્રેજી અને ઘણી ભાષાઓમાં પ્રકાશિત થયું છે.
Jinping ફરીથી President બનવાનું નક્કી
2012 માં સત્તામાં આવ્યા બાદથી 68 વર્ષીય શી જિનપિંગ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) ના સ્થાપક માઓત્સે તુંગની તર્જ પર પાર્ટીના અગ્રણી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે નવા યુગમાં ચીની લાક્ષણિકતાઓ સાથે સમાજવાદ નામના નવા વૈચારિક વલણની હિમાયત કરી. ગત અઠવાડિયે CPC સંમેલન દરમિયાન સત્તા પર પોતાની પકડ મજબૂત કરનાર જિનપિંગને આગામી વર્ષ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તેવી અપેક્ષા છે.
જનાધાર વધારવાનો છે હેતુ
ન્યુઝીલેન્ડ સ્થિત ચાઈનીઝ ઈતિહાસકાર ગેરેમી આર બર્મે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ કમ્યુનિસ્ટ પાર્ટી અને શી જિનપિંગની આસપાસ ચીન માટે એક નવો ટાઈમસ્કેપ બનાવવા વિશે હતી. પાર્ટી ભૂતકાળના વિકાસને કારણે ભવિષ્યમાં તેમના માટે સમર્થન વધારવા માંગે છે. તે ખરેખર ભૂતકાળના ઇતિહાસ વિશેનો ઠરાવ નથી, પરંતુ ભાવિ નેતૃત્વ વિશેનો ઠરાવ છે.
China નો અન્ય દેશો સાથે વધ્યો તણાવ
શી જિનપિંગના કાર્યકાળ દરમિયાન અન્ય દેશો સાથે ચીનનો વિવાદ વધ્યો છે. ભારત સાથેના સીમા વિવાદ અને તાઈવાન મુદ્દે અમેરિકા સાથેના તણાવ પર આક્રમક પ્રતિક્રિયા દર્શાવે છે કે જિનપિંગને શાંતિ પસંદ નથી. તેણે ઘણી વખત તેની સેનાને મોટી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. જો કે, જિનપિંગને વ્યાપક જનતાનું સમર્થન મળ્યું છે. પરંતુ આ હોવા છતાં પાર્ટીમાં તેમની વિરુદ્ધ કામ કરી રહેલા કેટલાક નેતાઓ કોરોના વાયરસ મહામારી અને અમેરિકા સાથેના વણસેલા સંબંધોને લઈને જિનપિંગથી નારાજ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે