Afghanistan માં તક જોવા મળતા આ નેતાઓએ ઉઠાવ્યો લાભ, જાણો તાલિબાન સાથે મિત્રતા કરવા પાછળનું કારણ

અફઘાનિસ્તાનમાં (Afghanistan) જે પણ ચાલી રહ્યું છે તે સમગ્ર દુનિયા જોઈ રહી છે. 21 મી સદીની સૌથી ખોફનાક તસવીરો હાલ કાબુલમાંથી (Kabul) સામે આવી રહી છે. ગઈકાલે કાબુલ એરપોર્ટ પરથી સામે આવેલી સમગ્ર ઘટનાએ દુનિયાને આશ્ચર્યચકિત કરી છે

Afghanistan માં તક જોવા મળતા આ નેતાઓએ ઉઠાવ્યો લાભ, જાણો તાલિબાન સાથે મિત્રતા કરવા પાછળનું કારણ

કાબુલ: અફઘાનિસ્તાનમાં (Afghanistan) જે પણ ચાલી રહ્યું છે તે સમગ્ર દુનિયા જોઈ રહી છે. 21 મી સદીની સૌથી ખોફનાક તસવીરો હાલ કાબુલમાંથી (Kabul) સામે આવી રહી છે. ગઈકાલે કાબુલ એરપોર્ટ પરથી સામે આવેલી સમગ્ર ઘટનાએ દુનિયાને આશ્ચર્યચકિત કરી છે. છેલ્લા 7 દિવસથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો અને ટેરરના સમાચાર ટ્રેનડ કરી રહ્યા છે. તેમ છતાં રશિયા (Russia), ચીન (Chaina), પાકિસ્તાન (Pakistan) અને તુર્કી (Turkey) જેવા દેશો સતત તાલિબાન (Taliban) સાથે ઉભા રહેવા માગે છે. જ્યાં એક તરફ કાબુલમાં બાકી દેશોએ તેમના દુતાવાસ (Embassy) બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ ચાર દેશ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ અફઘાનિસ્તાનમાં આવેલા તેમના દુતાવાસને બંધ કરશે નહીં. 

તાલિબાનના ચાર મિત્રો!
25 વર્ષ પહેલા 1996 માં જ્યારે તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ત્યારે માત્ર પાકિસ્તાન, UAE અને સાઉદી અરબને તેમની સરકારનો સાથ આપ્યો હતો. ત્યારે આજની સ્થિતિમાં અમેરિકી સૈન્ય ત્યાંથી હટતા જ ઘણા દેશોએ તેમના દુતાવાસ બંધ કર્યા અને સ્ટાફ અને નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયત્ન ક્યો છે. પરંતુ આ ચાર દેશ તાલિબાનની નવી સરકારને એક તરફથી પોતાનું સમર્થન આપી રહ્યા છે. આ ચોકડીમાં પાકિસ્તાન, ચીન, તુર્કી અને રશિયાનું નામ સામેલ છે.

ઇમરાન ખાન ઘણા સમયથી તાલિબાનની શાનમાં વાતો કરી રહ્યા છે અને તેમને સારા માણસોનું સંગઠન ગણાવી રહ્યા છે. ત્યારે એ તો નક્કી છે કે, તેઓ અફઘાનિસ્તાનની નવી સરકાર સાથે સંબંધ તોડશે નહીં. ચીનની વાત કરીએ તો સી જિનપિંગ પણ તાલિબાન સાથે મિત્રતા કરવા તૈયાર છે. ઇસ્લામિક વર્લ્ડના નેતા બનવા માગતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆન પણ કાબુલના રાજકારણમાં રસ દાખવી રહ્યા છે અને તેઓ પણ તાલિબાનનો સાથ પસંદ કરી રહ્યા છે. આ રીતે રશિયા પણ તેના નફા-નુકસાનનો અંદાજો કાઢી પોતાના દુતાવાસને બંધ ન કરવાની જાહેરાત કરી છે.

અફઘાનિસ્તાનની સંપત્તિ પર નજર!
ખરેખરમાં ઘણા દાયકાઓથી યુદ્ધમાં ગુંચવાયેલા અફઘાનિસ્તાનમાં કુદરતી સંપતીનો મોટો ભંડાર છે. વૈશ્વિક રાજનીતિના જાણકારોનું માનવું છે કે, કુદરતી સંપતી અને પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે આ ચાર દેશ અફઘાનિસ્તાનમાં મોટી તક જોઈ રહ્યા છે તેથી તેમણે પોતાના નફા-નુકાસાનનું ધ્યાન રાખી કાબુલમાં તેમના દુતાવાસ બંધ ન કરવાનો નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news