ચીન વિશે Pentagon એ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, અમેરિકા-ભારત સહિતના દેશોનું વધશે ટેન્શન
Trending Photos
વોશિંગ્ટન: પોતાની વિસ્તારવાદી આદતો અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલું ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ચીન આ દાયકાના અંત સુધીમાં પોતાના પરમાણુ વોરહેડ (Nuclear Warheads) ને બમણા કરવાના પ્રયત્નોમાં છે. આ વોરહેડ જમીનની સાથે સાથે સમુદ્ર અને હવામાં બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરવામાં સક્ષમ છે.
સંયુક્ત સૈન્ય અભિયાન પર જોર
રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે પીપલ્સ લિબરેશન આર્મી સંયુક્ત સૈન્ય અભિયાનો ઉપર પણ ધ્યાન આપી રહી છે જેથી કરીને તાઈવાન તરફથી અમેરિકી સેનાની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપી શકાય. પેન્ટાગોનનો આ રિપોર્ટ અમેરિકાની ચિંતા વધારી શકે છે. કારણ કે તેમાં કહેવાયું છે કે ચીની સેનાએ જહાજ નિર્માણ, લેન્ડ બેસ્ડ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો અને વાયુ રક્ષા પ્રણાલીઓ જેવા અનેક ક્ષેત્રોમાં અમેરિકી સેના જેટલી ક્ષમતા મેળવી લીધી છે કે પછી તેનાથી આગળ નીકળી ગઈ છે.
200થી 400ની તૈયારી
પોતાના વાર્ષિક રિપોર્ટમાં પેન્ટાગને ચીનની પરમાણુ ક્ષમતાને જાહેર કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન પાસે 200થી ઓછા પરમાણુ વોરહેડ છે. જેની સંખ્યા આગામી 10 વર્ષોમાં બમણી થઈ શકે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળમાં ચીન ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. તે જમીન, હવા અને પાણીથી પરમાણુ હુમલા કરીને પોતાના સાધનોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. તેની પાસે બેલિસ્ટિક મિસાઈલો છે. જેને જમીન અને સમુદ્રથી છોડી શકાય છે અને હવાથી લોન્ચ કરનારી બેલિસ્ટિક મિસાઈલ પણ તે વિક્સિત કરી રહ્યું છે.
...તો થશે મોટું નુકસાન
રિપોર્ટ મુજબ આગામી દાયકામાં ચીનનો પરમાણુ હથિયારોનો ભંડાર ઓછામાં ઓછો બમણો થઈ શકે છે. બેઈજિંગ શતાબ્દીની મધ્ય સુધીમાં પોતાની સેનાને અમેરિકી સેના બરાબર કે અનેક મામલે તેના કરતા વધુ સારી બનાવી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે જો ચીન પોતાના ખતરનાક ઈરાદામાં સફળ નીવડશે તો અમેરિકાએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે