Corona virus: ચીન વિશ્વને ભ્રમિત કરી રહ્યું છે? 'ભૂલ'થી લીક થયો મોતનો આંકડો, દુનિયા સ્તબ્ધ 

જેનો ડર હતો તે જ થયું. ચીની સરકાર કોરોના વાઈરસથી થઈ રહેલા મોતનો આંકડો દુનિયાથી છૂપાવી રહી છે. હાલમાં જ ભૂલથી લીક થયેલા કોરોના વાઈરસના આંકડા કઈંક ડરાવનારા છે. જેને જોઈને લાગે છે કે સમગ્ર ચીનમાં કોરોના વાઈરસે મોતનું તાંડવ મચાવ્યું છે. પરંતુ ચીન આ પ્રલયને દુનિયા સાથે શેર કરતા જાણે કેમ ડરી રહ્યું છે. આ નવા લીક રીપોર્ટના આધારે કહી શકાય છે કે સમગ્ર ચીનમાં એક ભયંકર રોગચાળો ફેલાયો છે જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 
Corona virus: ચીન વિશ્વને ભ્રમિત કરી રહ્યું છે? 'ભૂલ'થી લીક થયો મોતનો આંકડો, દુનિયા સ્તબ્ધ 

નવી દિલ્હી: જેનો ડર હતો તે જ થયું. ચીની સરકાર કોરોના વાઈરસથી થઈ રહેલા મોતનો આંકડો દુનિયાથી છૂપાવી રહી છે. હાલમાં જ ભૂલથી લીક થયેલા કોરોના વાઈરસના આંકડા કઈંક ડરાવનારા છે. જેને જોઈને લાગે છે કે સમગ્ર ચીનમાં કોરોના વાઈરસે મોતનું તાંડવ મચાવ્યું છે. પરંતુ ચીન આ પ્રલયને દુનિયા સાથે શેર કરતા જાણે કેમ ડરી રહ્યું છે. આ નવા લીક રીપોર્ટના આધારે કહી શકાય છે કે સમગ્ર ચીનમાં એક ભયંકર રોગચાળો ફેલાયો છે જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 

લીક રિપોર્ટ: ઈન્ફેક્ટેડ, પોઝિટિવ, સાજા થયા, મૃત્યુઆંક (ડાબેથી જમણે)

ચીનમાં વાઈરસથી 24,589 લોકોના મોત થઈ ચૂક્યા છે
તાઈવાનના મીડિયા રિપોર્ટ મુજબ ચીની સરકારે ભૂલથી કોરોના વાઈરસનો સાચો આંકડો જાહેર કરી દીધો. આ આંકડામાં દર્શાવેલુ છે કે કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 1.54 લાખ લોકો ઈન્ફેક્ટેડ થયા છે. આ ઉપરાંત આ ઘાતક વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 24,589 લોકોના મોત થઈ ચૂક્યા છે. રિપોર્ટ મુજબ ચીનની સોશિયલ સાઈટ ટેનસેન્ટ અને નેટઈસમાં કોરોના વાઈરસના ડેઈલી બુલેટિનના  આંકડા બહાર પાડવામાં આવ્યાં. તાઈવાન મીડિયાનો દાવો છે કે લીક થયેલું બુલેટિન જ અસલમાં ચીનના અસલી આંકડા છે. લીક રિપોર્ટ પર હોંગકોંગ અને તાઈવાનના સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી જતા આ રિપોર્ટને સોશિયલ સાઈટ્સ પરથી હટાવી લેવાયો છે. જો કે ચીની સરકારે આ લીક રિપોર્ટ પર કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. 

આ બાજુ ચીન તરફથી આજે બહાર પડેલા આંકડા મુજબ આ વાઈરસના કારણે 636 લોકોના જીવ ગયા છે. ચીન સહિત સમગ્ર દુનિયામાં આ વાઈરસની ચપેટમાં 31,000થી વધુ લોકો આવી ચૂક્યા છે. 

જુઓ LIVE TV

આંકડા છૂપાવવામાં ઉસ્તાદ છે ચીની સરકાર
વાઈરસ બાબતે એક વિશેષજ્ઞનું કહેવું છે કે ચીનમાં જન્મેલા કોરોના વાઈરસથી ચિંતિત થવું સ્વાભાવિક છે. ચીને સાર્સ વાઈરસ અંગે પણ દુનિયાને યોગ્ય જાણકારી આપી નહતી. સાર્સ સમગ્ર ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો અને નાગરિકો ટપોટપ મરી રહ્યાં હતાં. આમ છતાં ચીની અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સંગઠનોથી સટીક જાણકારી છૂપાવીને તેના ખુબ ઓછા કેસ જણાવ્યાં હતાં. આ ભૂલના કારણે જોખમનું યોગ્ય અનુમાન લગાવી શકાયું નહીં અને 25 દેશોમાં હજારો લોકો સાર્સ વાઈરસનો ભોગ બન્યાં. જાણકારી છૂપાવવાના કારણે યોગ્ય સમયે સાર્સ સામે લડવાની રસીઓ પણ બની શકી નહતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news