પરસ્પર સહમતિથી સરહદ વિવાદ ઉકેલવા પર India-China રાજી, LAC પરથી હટશે જંગી વાહન
ચીનના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયના એક સત્તાવાર મીડિયા યાદી અનુસાર, ભારતની સાથે આગળ વાર્તાઓનો દોર જારી રહેશે. 8મા રાઉન્ડ કોર્પ્સ કમાન્ડર વાતચીત બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે રાજી થયા છે.
Trending Photos
ચીનઃ ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સરહદ વિવાદને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવા પર સહમત થયા છે. આ સાથે મુદ્દાનું અંતિમ સમાધાન નિકળવા સુધી બંન્ને દેશ ફ્રન્ટલાઇન એરિયામાં વધુ સંયમ બનાવી રાખશે. આ જાણકારી ચીની ગ્લોબલ અખબાર ટાઇમ્સના હવાલાથી સામે આવી છે.
ચીનના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયના એક સત્તાવાર મીડિયા યાદી અનુસાર, ભારતની સાથે આગળ વાર્તાઓનો દોર જારી રહેશે. 8મા રાઉન્ડ કોર્પ્સ કમાન્ડર વાતચીત બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે રાજી થયા છે. બંન્ને દેશો તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. બંન્ને દેશો તરફથી કહેવામાં આવ્યું છે કે ગેરસમજણ દૂર કરવા અને પોત-પોતાની સેનાઓને સંયમ રાખવાનું કહેશે. બંન્ને દેશ સરહદથી જંગી વાહન અને સેનાઓને હટાવશે.
રાષ્ટ્રીય વ્યૂહરચના સંસ્થામાં સંશોધન વિભાગના ડાયરેક્ટર કિયાન ફેંગે કહ્યુ, સંવાદ અને સંચારને બનાવી રાખતા બંન્ને દેશ મતભેદોને વધતા રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચીની વિશ્લેષકોએ જણાવ્યું કે, સાતમાં અને આઠમાં રાઉન્ડની વાર્તાના પરિણામોએ સંકેત આપ્યો છે કે બંન્ને પક્ષની પરસ્પર સંમતીથી ઉકેલવા માટે તૈયાર થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપવા જઈ રહી છે પત્ની મેલાનિયા? એક રિપોર્ટમાં ખુલાસો
શંઘાઈ એકેડમી ઓફ સોશિયલ સાયન્સના ઇન્ટરનેશનલ રિલેશન ઇન્સ્ટીટ્યૂટના એક શોધ સાથી હૂ ઝાંઝયોંગે પણ વાર્તાના નવા રાઉન્ડ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, એક નિષ્ઠુર ભારતે બેશરમ સોદાબાજી માટે સૈન્ય વાર્તાનો દુરૂપયોગ કર્યો હતો. ભારતીય અખબાર અનુસાર, ભારતે કહ્યું કે, બધા ચિન્હિત બિંદુઓ પર એક સાથે વિઘટન પ્રક્રિયા શરૂ થવાની છે, જ્યારે વર્તમાનમાં લગભગ 50,000 ભારતીય સેનાની ટુકડિયો વિભિન્ન પહાડી સ્થાનો પર જંગ માટે તત્પર છે.
ચીને કર્યો આ દાવો
ગ્લોબલ ટાઇમ્સે એક સત્તાવાર સૂત્રના હવાલો આપતા કહ્યું છે કે ચીને ભારતની સમાન સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરી છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની ભારતીય સેના પર વધુ શ્રેષ્ઠતા છે જો ક્યારેય કોઈ શિયાળુ યુદ્ધ થાય છે .
ફ્રન્ટલાઇન એરિયામાં શાંતિ બનાવી રાખવા પર સહમતિ
રક્ષા મંત્રાલયના સૂત્ર અનુસાર, બંન્ને દેશોની વાતચીતમાં વિવાદને પરસ્પર સંમતીથી ઉકેલવા માટે તૈયાર થયા છે. બંન્ને દેશોએ નક્કી કર્યું છે કે તે પોતાના સર્વોચ્ચ અધિકારીઓ તરફથી નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન લાગૂ કરશે. સાથે એલએસી પર તૈનાત સૈનિકો વચ્ચે કોઈપણ સંભવિત ગેરસમજણ દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે