'જો ટાર્ગેટ પૂરો નહીં થાય તો કાચા ઈંડા ખાવા પડશે', આ કંપની કર્મચારીઓને આપે છે વિચિત્ર સજા
ચીનની એક કંપની પોતાના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો ન થવા પર કાચા ઈંડા ખાવાની સજા આપે છે. એક ઈન્ટર્ને સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે.
Trending Photos
બેઇજિંગઃ વિશ્વભરના દરેક દેશમાં નોકરીને લઈને કર્મચારીઓચિંતામાં રહે છે. ઘણી જગ્યાએ વર્કિંગ કલ્ચરને લઈને વિચિત્ર નિયમ પણ છે. તો ચીન એક એવો દેશ છે જ્યાં નોકરી અને વર્કિંગ કલ્ચર (Working Culture) ના ખુબ આકરા નિયમ છે અને ટાર્ગેટ પૂરો ન કરવા પર કર્મચારીઓને સજા પણ ભોગવવી પડે છે. હાલમાં ચીનની એક કંપનીએ કર્મચારીને વિચિત્ર સજા સંભળાવી જેની ચર્ચા દુનિયામાં થઈ રહી છે.
ચીનની ઝંગઝાઉ ટેક કંપનીના ઈન્ટર્ને સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં ખરાબ પરફોર્મેંસ પર કર્મચારીઓને કાચા ઈંડા ખાવા પર મજબૂર કરવામાં આવે છે. ઈન્ટર્ને સોશિયલ મીડિયા પર લખ્યું કે કંપનીમાં કર્મચારીઓ માટે ગજબ નિયમ છે, જો કોઈ કર્મચારી સમય પર પોતાનો ટાર્ગેટ પૂરો કરતો નથી તો કંપની તેને કાચા ઈંડા ખાવાની સજા આપે છે.
આ પણ વાંચોઃ 'બાળપણના પ્રેમને ભૂલવો મુશ્કેલ', 70 વર્ષના બાએ 37 વર્ષના યુવક સાથે લગ્ન, વિગતો જાણી દંગ રહી જશો
ઘણા કર્મચારીઓને કાચા ઈંડા ખાવાથી બગડી તબીયત
ઈન્ટર્ને આગળ જણાવ્યું કે જ્યારે તેણે ઈંડા ખાવાની ના પાડી તો મેનેજમેન્ટ નારાજ થઈ ગયું અને તેને ઈન્ટર્નશિપ ખતમ કરવા પર મજબૂર કરવામાં આવ્યો. ઈન્ટર્ને જણાવ્યું કે જે કર્મચારીઓને કાચા ઈંડા ખાવા માટે મજબૂર કરવામાં આવે છે તો તેને ઉલ્ટી પણ થાય છે પરંતુ મેનેજમેન્ટને તેનાથી કોઈ ફેર પડતો નથી. જો કોઈ સવાલ ઉઠાવે તો એચઆર સીધુ કહે છે કે ક્યો કાયદો કાચા ઈંડા ખાવાથી રોકે છે?
સોશિયલ મીડિયા પર કંપનીની થઈ રહી છે ટીકા
તો ચીની કંપનીના કર્મચારીઓને કાચા ઈંડા ખવડાવવાને લઈને સોશિયલ મીડિયા પર આલોચના શરૂ થઈ ગઈ છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે આ અમાનવીય કૃત્ય છે. કાચા ઈંડા ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. મામલો ચર્ચામાં આવ્યા બાજ જિનશુઈ જિલ્લાના લેબર ઇન્સ્પેક્શન બ્રિગેડે તપાસ શરૂ કરી છે. પરંતુ કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે કર્મચારી સેલ્સ પ્રોસેસ માટે જવાબદાર હોય છે, તેવામાં તેને ઈનામ મળે છે તો સજા પણ ભોગવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે