આ ખાસ બેટરી ભુક્કા કાઢી નાખશે, એકવાર મોબાઇલ ચાર્જ કરો 50 વર્ષ શાંતિ, સિક્કા જેટલી હશે સાઇઝ

BV 100 Battery: ચીનની સ્ટાર્ટ-અપ કંપની બેટાવોલ્ટે દાવો કર્યો છે કે તેણે પરમાણુ ઉર્જાથી ચાલતી બેટરી બનાવવામાં સફળતા મેળવી છે. આ બેટરીની ખાસિયત એ છે કે તે એકવાર ચાર્જ કર્યા પછી 50 વર્ષ સુધી કામ કરવા સક્ષમ છે, તેનો સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકાય છે.

આ ખાસ બેટરી ભુક્કા કાઢી નાખશે, એકવાર મોબાઇલ ચાર્જ કરો 50 વર્ષ શાંતિ, સિક્કા જેટલી હશે સાઇઝ

BV 100 Nuclear Battery: ચાઈનીઝ માલની શું ક્વોલિટી હોય છે તેના પર જશો નહી. આ બધાની વચ્ચે ચીનના એક સ્ટાર્ટઅપે સિક્કાની સાઈઝની બેટરી બનાવવાનો દાવો કર્યો છે જે 50 વર્ષ સુધી ચાર્જ કર્યા વગર કામ કરશે. બેઇજિંગ બેસ્ટ બીટાવોલ્ટ કંપનીએ તેને 8 જાન્યુઆરીએ નાગરિક ઉપયોગ માટે લોન્ચ કરી હતી. ખરેખર આ બેટરી હજુ તેના ઉત્પાદન તબક્કામાં છે. પરંતુ કંપનીનો દાવો છે કે ભવિષ્યમાં સ્માર્ટફોનમાં તેનો ઉપયોગ કરી શકાશે. આમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઉર્જા ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

પરમાણુ બેટરી બનાવવાનો દાવો
આ એટોમિક એનર્જી બેટરીને BV 100 નામ આપવામાં આવ્યું છે. સ્ટોર્ટ કંપનીનો એવો પણ દાવો છે કે તે ટેક્નોલોજીના ક્ષેત્રમાં યુરોપ અને અમેરિકાથી આગળ છે. આ બેટરીમાં રેડિયોએક્ટિવ આઇસોટોપ નિકલ-63નો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિકલ-63ના વિવિધ સ્તરો વચ્ચે 10 માઇક્રોન જાડાઈના સિંગલ ક્રિસ્ટલ હીરાનો ઉપયોગ થાય છે. બેટરી સ્ટોરેજ ક્ષમતા: બીટાવોલ્ટ કહે છે કે તે 3300 મેગાવોટ કલાક સ્ટોર કરી શકે છે. તે લિથિયમ બેટરી કરતા 10 ગણી વધુ અસરકારક છે.

50 વર્ષ સુધી મોબાઈલ ચાર્જ કરવાની ઝંઝટ પૂરી થઈ!
Betavolt કહે છે કે ખાસ વાત એ છે કે તમે આ બેટરીને 50 વર્ષ સુધી ચાર્જ કર્યા વગર વાપરી શકો છો. તેના માટે ના તો તમારે ચાર્જ કરવાની જરૂર પડશે અને ના તો તેને મેન્ટેન્સમાં કોઇપણ પ્રકારની પરેશાની આવશે. તેનો આકાર 15x15x15 mm છે. 3 વોલ્ટની બેટરીનો પાવર 100 માઇક્રોવોટ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તે સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે પૂરતો પાવરફુલ નથી કે આ સ્માર્ટફોનને ચાર્જ કરી શકે. તેમછતાં કંપની સલાહ આપે છે કે તમે તેનો ઉપયોગ સીરીઝ અથવા પેરેલેલ કોંબિનેશનમાં પાવર ડિવાઇસીસ સાથે કરી શકો છો. 

અમેરિકાને પાછળ છોડવાનો દાવો
પરમાણુ ઉર્જા દ્વારા બેટરીનો ઉપયોગ ખતરનાક લાગે છે. પરંતુ કંપનીએ તેને સંપૂર્ણપણે સેફ ગણાવી છે. તેનો ઉપયોગ પેસમેકર અને કૃત્રિમ હૃદયમાં પણ થઈ શકે છે. કંપનીનું એમ પણ કહેવું છે કે કોઈપણ પ્રકારના બાહ્ય રેડિયેશનનો કોઈ ખતરો નથી. એટલું જ નહીં, તે ન તો આગ પકડી શકે છે અને ન તો વિસ્ફોટ કરશે. તમને જણાવી દઈએ કે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં થર્મોન્યુક્લિયર બેટરીનો ઉપયોગ પહેલાથી જ થાય છે. પરંતુ BV 100 ટેક્નોલોજી સેક્ટરમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news