દુનિયાના 10 સૌથી સસ્તા દેશ, જ્યાં તમે ઓછા રૂપિયામાં પણ રહી શકો છો, ખરીદી શકો છો બંગલા ગાડી
દુનિયામાં કેટલાક દેશ એવા છે જ્યાં ઓછા રૂપિયામાં જીવનના અનેક સપના પૂરા કરી શકાય છે. અહીં રહેવાથી લઈને મોજશોખની વસ્તુ ઓછી કિંમતમાં ઉપલબ્ધ થઈ જાય છે. અહીં રહેવા માટે લોકોએ મહિને ખુબ ઓછા રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચીન, લાઓસ, કંબોડિયા અને સાઉથ ચાઈના સાગરથી ઘેરાયેલા આ સુંદર દેશમાં રહેવું સૌથી સસ્તું છે. દર મહિને માત્ર 639 ડોલરમાં અહીં આરામથી રહી શકાય છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો તે 52 હજારની આસપાસ થાય છે. તે જગ્યાઓની સુંદરતા, સ્વાદિષ્ટ ભોજન અને ઓછી કિંમતનું ટ્રાન્સપોર્ટેશન સાથે વિશ્વના સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાંનું એક છે.
જો તમે ઈતિહાસ જાણવાના શોખીન છો, શાસ્ત્રીય અને આર્કિટેક્ચર તેમજ અન્ય ઐતિહાસિક કલાકૃતિઓને પ્રેમ કરો છો, તો સર્બિયા તમારા માટે ઉત્તમ સ્થળ છે! મધ્ય યુગીન સમયગાળાના 200થી વધુ મઠ તમને લલચાવશે અને તમને અતીતમાં લઈ જશે. અહીં માત્ર 711 ડોલર એટલે કે લગભગ 57,000 રૂપિયામાં આરામથી રહી શકાય છે.
મેક્સિકો એ વિશ્વનો બીજો સૌથી મોટો લેટિન અમેરિકન દેશ અને સૌથી વધુ વસ્તી ધરાવતો સ્પેનિશ બોલતો દેશ છે. તેની લગભગ 70% વસ્તી દેશના શહેરી વિસ્તારોમાં રહે છે. તે અમેરિકાની શુદ્ધ પ્રાચીન સંસ્કૃતિનું ઘર પણ છે. ઓલ્મેક, માયા, ટોલટેક અને એઝ્ટેક સંસ્કૃતિઓ અહીંની હોવાનું માનવામાં આવે છે. અહીં રહેવાનો ખર્ચ 678 ડોલર એટલે કે લગભગ 55 હજાર રૂપિયા પ્રતિ માસ છે. અહીં ખાવાનું અને ગાડીઓ ખૂબ સસ્તી છે.
દક્ષિણ આફ્રિકા એક અદ્ભુત દેશ છે. અહીં તમામ દેશોમાંથી પ્રવાસીઓ આવે છે અને કેટલાક લોકો તેમનું આખું જીવન કાઢી નાખે છે. અહીની પ્રાથમિક ભાષા અંગ્રેજી છે. જાતીય વિવિધતા માટે સાંસ્કૃતિક આકર્ષણનું કેન્દ્ર છે. અહીં એક મહિના માટે રહેવું હોય તો લગભગ 937 ડોલર લાગે છે. એટલે કે ભારતીય રૂપિયાની વાત કરીએ તો તે 76 હજાર રૂપિયામાં કામ થઈ જાય છે. અહીં પરિવહન સસ્તું છે અને ઘર પણ સરળતાથી મળી રહે છે.
ચીન પણ સૌથી સસ્તા દેશોમાંથી એક છે. દર મહિને માત્ર 752 ડોલરમાં અહીં આરામથી રહી શકાય છે. ભારતીય રૂપિયામાં, અહીં લગભગ 61 હજાર રૂપિયામાં વૈભવી જીવન જીવી શકો છો. આનાથી વધારે પૈસા હોય તો શું કહેવું. ચીનમાં લોકોને સરેરાશ મળતુ વેતન એશિયાના અન્ય દેશો કરતા વધારે છે. અહીંનું ભોજન વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
પેરુ રહેવા માટે ખૂબ જ સસ્તી જગ્યા છે. સરેરાશ, અહીં 630 ડોલરમાં એક મહિનો પસાર કરી શકાય છે. તેના સાંસ્કૃતિક ઈતિહાસ અને સુંદર પ્રકૃતિ સાથે મિશ્રિત પેરુમાં સસ્તી અને વૈભવી જીવન જીવતા લોકોની સંખ્યા વધારે છે. બહારથી આવતા ઘણા લોકો પણ અહીં રહે છે.
જો તમે યુરોપમાં રહેવા ઈચ્છો છો અને તમારી પાસે ખર્ચ કરવા માટે વધારે રૂપિયા નથી તો પોલેન્ડ તમારું સ્વાગત કરવા તૈયાર છે. તમે અહીં માત્ર 882 ડોલરમાં એક મહિનો રહી શકો છો. તે પણ સારી રીતે. પોલેન્ડ રહેવા અને કામ કરવા માટે સૌથી સસ્તો યુરોપિયન દેશો માનવામાં આવે છે. વૉર્સો જેવા શહેરો ખૂબ જ આધુનિક છે, પરંતુ તમે પોલેન્ડના 23 રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રકૃતિની સુંદરતા પણ જોઈ શકો છો.
સફેદ રેતીનો બીચ, પ્રાચીન વર્ષાવનો અને સુંદર ટાપુઓ માટે જાણીતું, મલેશિયા ઓછા બજેટમાં વૈભવી જીવન જીવવા માટે જાણીતું છે. તેની વસ્તી લગભગ 33 મિલિયન છે, તેનું સૌથી મોટું શહેર કુઆલા લંપુર છે, જે તેની રાજધાની પણ છે. અહીં રહેવાનો માસિક ખર્ચ 652 ડોલર છે. જો ભારતીય રૂપિયામાં 52 હજારની નજીક બેસે છે. અહીં તમે સરળતાથી ફ્લેટ કે ઘર ખરીદી શકો છો.
મલેશિયાની જેમ કોસ્ટા રિકાના દરિયાકિનારા પણ પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. જંગલો અને ફ્રેન્ડ્લી લોકોના કારણે લોકો અહીં ફરવાનું પસંદ કરે છે. કોસ્ટા રિકામાં રહેવાની કિંમત તેની આસપાસના મોટાભાગના દેશો કરતાં કંઈક અંશે વધારે છે. અહીં 852 ડોલરમાં એક મહિનો સરળતાથી પસાર કરી શકાય છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો 70 હજારની આસપાસ બેસે છે.
આ જગ્યાને મિની હિન્દુસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં ભારતીયો મોટી સંખ્યામાં વસે છે. અહીં વિપુલ પ્રમાણમાં જંગલો, ખનિજ અને જળસ્ત્રોત છે. અહીં 333 ટિપિકલ ટાપુઓ છે. આ જ કારણ છે કે ફિજીને પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં સૌથી અદ્યતન રાષ્ટ્ર માનવામાં આવે છે. અહીં વિદેશી હૂંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત પ્રવાસન અને ખાંડની નિકાસ છે. અહીં રહેવાનો સરેરાશ ખર્ચ દર મહિને 773 ડોલર એટલે કે લગભગ 62 હજાર રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે