મુસીબતમાં ફસાતા જોવા મળ્યા Joe Biden ના પુત્રી, થઇ શકે છે વેશ્યાવૃતિનો કેસ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આખી દુનિયા માટે ચર્ચાનો વિષય છે. દુનિયાભરના તમામ દેશોના મીડિયાની નજર તેમની પર ટકેલી રહે છે. એવામાં ફક્ત તેમના પર જ નહી પરંતુ તેમના પુત્ર હંટર બાઇડનના કારનામા પણ મીડિયા માટે મુદ્દો બને છે.

મુસીબતમાં ફસાતા જોવા મળ્યા Joe Biden ના પુત્રી, થઇ શકે છે વેશ્યાવૃતિનો કેસ

Biden New Scandal: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આખી દુનિયા માટે ચર્ચાનો વિષય છે. દુનિયાભરના તમામ દેશોના મીડિયાની નજર તેમની પર ટકેલી રહે છે. એવામાં ફક્ત તેમના પર જ નહી પરંતુ તેમના પુત્ર હંટર બાઇડનના કારનામા પણ મીડિયા માટે મુદ્દો બને છે. તાજેતરમાં જ તેમના સ્કેન્ડલ તેમને વધુ ઘેરી રહ્યા છે. સમાચાર છે કે હંટર બાઇડન વિરૂદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓ વેશ્યાવૃત્તિનો કેસ દાખલ કરી શકે છે.

તપાસ એજન્સીઓના નિશાના પર બાઇડન
રિપોર્ટ્સનું માનીએ તો એજન્સીઓને કેટલાક પુરાવા મળ્યા છે, જેથી હંટર બાઇડન મુસીબતમાં આવી શકે છે. ઇનપુટ અનુસાર હંટર બાઇડને પાંચ મહિનામાં એસ્કોર્ટ્સ પર 30 હજાર ડોલર એટલે કે લગભગ 24 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. 

એવામાં સામે આવ્યું હંટરનું સત્ય
ડેલી મેલના રિપોર્ટ અનુસાર આ મામલો ત્યારે ઉજાગર થયો જ્યારે હંટરે એક યૂક્રેની મહિલાને ચેક આપ્યો હતો. બેંકોએ આ લેણદેણને સંદિગ્ધ ગતિવિધિ ગણાવતાં રેડ ફ્લેગ કરી દેવામાં આવ્યો હતો. જેપી મોર્ગન ચેજએ એક સંદિગ્ધ ગતિવિધિ રિપોર્ટ દાખલ કરી હતી. જેમાં ફ્લોરિડા અને ન્યૂયોર્ક સ્થિત એકાતેરિના મોરોવાને હંટરની કંપની સાથે હજારો ડોલર મળ્યા હતા, ત્યારબાદ તેની સાથે પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત કથિત રીતે તેને તે મહિલાઓ પાસેથી પણ મળ્યા હતા જેમને સેક્સ માટે હંટરે બોલવી હતી. 

ગર્લફ્રેંડ એક્સપીરિએન્સ માટે ચૂકવણી
પ્રાપ્ત માહિતી અનુસાર અએકાતેરિના મોરોવા 'ગર્લફ્રેંડ એક્સપીરિયન્સ' માટે એક વેબસાઇટ ચલાવે છે. આ વેબસાઇટ પર 20 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરની છોકરીઓ સેક્સ માટે ઉપલબ્ધ રહે છે. જોકે પૈસાની ચૂકવણી બાદ ક્લાઇંટ પાસે જાય છે. આ એક બિઝનેસ મોડલની માફક કામ કરે છે. 

જો બાઇડન માટે આપેલા પૈસાથી કરી ચૂકવણી? 
અત્રે ઉલ્લેખનીય છે કે હંટર બાઇડનના મોબાઇલ ફોનમાંથી કેટલાક ખુલાસા થયા છે. જોકે તેમના ફોનમાંથી કેટલા એવા ટેકસ્ટ મળ્યા છે, જેથી ખબર પડે છે કે તેણે મોરોવાને પોતે ચેક આપ્યો હતો. ત્યાર જણાવવામાં આવ્યું કે આ ચેક મેડિકલ સર્વિસ માટે આપવામાં આવ્યો હતો. પરંતુ મેડિકલ સર્વિસ જેવી કોઇ વાતની પુષ્ટિ થઇ નથી. અહીં વધુ એક નોંધનીય છે કે મોરોવાને જે પૈસા મોકલવામાં આવ્યા છે તે થોડા કલાકોની અંદર હંટરના પિતા રાષ્ટ્રપતિ જો બાઇડને જ મોકલ્યા હતા. તેનાથી શંકા થઇ રહી છે કે હંટર પોતાના આ કામો માટે પોતાના પિતા પાસેથી પૈસા લેતા હતા?

રાષ્ટ્રપતિ સામે સવાલ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ હંટર બાઇડનના ઐય્યાશી જીવનની ઘણી તસવીરો સામે આવતી રહી છે જે રાષ્ટ્રપતિ માટે ઘણા સવાલ ઉભા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news