CAA પર યૂરોપીય સંસદમાં ભારતની કુટનીતિક જીત, પ્રસ્તાવ પર ટળ્યું વોટિંગ

યૂરોપીય સંસદમાં નાગરિકતા સંશોધન કાયદા પર હવે 31 માર્ચે વોટિંગ થશે. પહેલા આ વોટિંગ ગુરૂવારે થવાનું હતું. મહત્વનું છે કે યૂરોપીય સંસદમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 
 

CAA પર યૂરોપીય સંસદમાં ભારતની કુટનીતિક જીત, પ્રસ્તાવ પર ટળ્યું વોટિંગ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદા (CAA)ના મુદ્દા પર ભારતને કુટનીતિક સફળતા મળી છે. યૂરોપીય સંસદમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વોટિંગ ટાળી દેવામાં આવ્યું છે. પહેલા જે વોટિંગ ગુરૂવારે થવાનું હતું, તે હવે 31 માર્ચે થશે. હકીકતમાં, બિઝનેસ એજન્ડા ક્રમમાં બે મત હતા. પ્રથમ પ્રસ્તાવને પરત લેવાને લઈને હતો. તેના પક્ષમાં 356 મત પડ્યા અને વિરોધમાં 111 મત પડ્યા હતા. તો બીજો પ્રસ્તાવ મતદાનને વધારવા પર હતો. તેના પક્ષમાં 271 અને વિરોધમાં 199 મત પડ્યા હતા. 

— ANI (@ANI) January 29, 2020

યૂરોપીય સંસદના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રસેલ્સમાં આજના સત્રમાં MEPsના નિર્ણય બાદ, નાગરિકતા સંશોધિન કાયદાના પ્રસ્તાવ પર મતદાન માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મતદાન ટાળવાના જવાબમાં સરકારી સૂત્રોએ કહ્યું કે, 'ભારતના દોસ્ત' યૂરોપીય સંસદમાં 'પાકિસ્તાના દોસ્ત' પર હાવી રહ્યાં હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news