ગુજરાતનું ગૌરવ: ખુબ જ ટાંચી સગવડો છતા પ્રેમિલા બારીયા ઓલમ્પિકથી એક ડગલું દુર

 જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચેલી પ્રેમિલા બારીયા આગામી ટોક્યો ઓલમ્પિક 2020 માટે ક્વોલિફાય થવાથી માત્ર એક કદમ દૂર છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભારતમાં પુના ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તીરંદાજીના ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 તીરંદાજ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની એક માત્ર પંચમહાલના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા બારીયાની ટોપ-8માં પસંદગી કરવામાં આવી છે. હવે જયારે આ ટોપ 8 માંથી ટોપ 4માં પ્રેમિલાનું સિલેક્શન થાય તો ભારત માટે આર્ચરીની રમતમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકવાનો માર્ગ મોકળો થયો છે.
ગુજરાતનું ગૌરવ: ખુબ જ ટાંચી સગવડો છતા પ્રેમિલા બારીયા ઓલમ્પિકથી એક ડગલું દુર

જયેન્દ્ર ભોઇ/પંચમહાલ:  જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચેલી પ્રેમિલા બારીયા આગામી ટોક્યો ઓલમ્પિક 2020 માટે ક્વોલિફાય થવાથી માત્ર એક કદમ દૂર છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભારતમાં પુના ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તીરંદાજીના ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 તીરંદાજ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની એક માત્ર પંચમહાલના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા બારીયાની ટોપ-8માં પસંદગી કરવામાં આવી છે. હવે જયારે આ ટોપ 8 માંથી ટોપ 4માં પ્રેમિલાનું સિલેક્શન થાય તો ભારત માટે આર્ચરીની રમતમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકવાનો માર્ગ મોકળો થયો છે.

પ્રેમિલા બારીયા માત્ર 4 વર્ષની કુમળી વયથી જ ઘર થી દૂર રહી છે. પરિવારની સ્થિતિ નબળી હોવાથી તેના માતાપિતાએ તેને ઘોઘમ્બાની શ્રીજી આશ્રમ શાળાના આચાર્ય અને પ્રેમિલા ના મામાએવા મીનાભાઇ ખોલચાની નિગરાની હેઠળ આશ્રમ શાળામાં અભ્યાસ માટે મૂકી હતી.  આશ્રમ શાળામાંજ પ્રેમિલાને તીરંદાજીની પ્રાથમિક તાલીમ મેળવી હતી. જે તે સમયે આશ્રમશાળા પાસે પણ તીરંદાજીના સાધનો ખરીદવા ના પૈસા કે ગ્રાઉન્ડ નહોતા તેથી પ્રેમિલાને જે મળ્યું તેનાથી જ કામ ચલાવી પ્રેક્ટિસ કરવી પડી હતી. શ્રીજી આશ્રમ શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં ઘણા સારા ખેલાડીઓ છે અને તેઓ સારૂ પરિણામ પણ લાવે છે, તથા પ્રેમિલા પર મને વિશ્વાસ છે. તેની પસંદગી ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિક ગેમ માટે થશે અને તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ લઇને જ આવશે. આશ્રમ શાળામાં ભૌતિક સુવિધાઓનો અભાવ છે તેમ છતાં તીરંદાજી અને ખો-ખોના ખેલાડીઓ તૈયાર થાય છે. જેમાં પ્રેમિલા બારીયા સહિત ઘણા ખેલાડીઓ મેડલો જીતીને લાવ્યા છે. સરકાર અથવા ઔદ્યોગિક ક્ષેત્ર તરફથી ભૌતિક સુવિદ્યાઓ મળે તો સારા ખેલાડીઓ તૈયાર થાય તેમ છે તેવું આશ્રમ શાળા ના આચાર્ય માની રહ્યા છે. 

આશ્રમ શાળાના આચાર્ય મીનાભાઇ કોળચાના જણાવ્યા મુજબ પ્રેમિલા પહેલેથી જ વાંસનું બનાવેલું તિરકામઠુ ચલાવતી હતી અને દશેરા પર્વે વિસ્તારમાં યોજાતી તિરકામઠાની હરીફાઇમાં પ્રેમિલા સહિત અન્ય શાળાના વિદ્યાર્થીઓ સારૂ પ્રદર્શન કરતા હતા. માટે આશ્રમ શાળા દ્વારા તીરંદાજીના સરકારી કોચ પ્રતાપભાઇ પસાયાના માર્ગદર્શન હેઠળ શાળામાં તીરંદાજની તાલીમ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રેમિલાનું પ્રદર્શન ખૂબ જ સારૂ રહેતું હતું અને અન્ય સ્થળે યોજાતી તીરંદાજની હરીફાઇઓમાં તે મેડલ લઇને જ આવતી હતી. પ્રેમિલાએ ધોરણ 10 સુધી આશ્રમ શાળામાં અભ્યાસ કર્યો હતો અને હાલ પ્રેમિલા નડીયાદમાં Fy.Baમાં અભ્યાસ સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની તીરંદાજી એકેડેમીમાં તાલીમ પણ લઇ રહી છે.આગામી દિવસોમાં પ્રેમિલા પૂણે ખાતે વિદેશી કોચ દ્વારા વધુ એક ઉચ્ચ કક્ષાની વૈજ્ઞાનિક ઢબે તાલીમ લેવા જશે. પૂણે ખાતે ફાઇનલ કેમ્પમાં ટોપ-4માં પસંદગી થશે તો તે ટોક્યો ખાતેના ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા જશે. જેના માટે પૂણે ખાતે યોજાયેલા કેમ્પમાં ટોપ-8માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવતા તેના કોચ પ્રતાપભાઇ પસાયા ટોક્યો ઓલમ્પિક માટે પ્રેમિલા ક્વોલિફાય થઇ દેશ માટે મેડલ લઇ આવે તેવી આશા રાખી રહ્યા છે.

પ્રેમિલા બારીયા એક તરફ સિદ્ધિ ની સિડી ચડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ મેડલ પર મેડલ મેળવી પંચમહાલ જિલ્લા નું તેમજ રાજ્ય અને દેશ નું નામ રોશન કરી રહી છે ત્યારે આ તમામ બાબતો ની સિક્કા ની બીજી તરફ જો પ્રેમિલા ના પરિવાર ની વાત કરવા માં આવે તો પ્રેમિલા ના પરિવાર ની હાલત ખુબ જ કફોડી છે,પ્રેમિલા ના પિતા શંકરભાઇ ના જણાવ્યા મુજબ તેમને કુલ ચાર સંતાનો છે જેમાં પ્રેમિલા સૌથી મોટી છે અને તેના બાદ એક પુત્ર અને અન્ય બે પુત્રી ઓ છે,વ્યવસાયે શંકરભાઇ ખેત મજૂરી કરી ને જ પરિવાર નું ગુજરાન કપરી પરિસ્થિતિ ઓ માં ચલાવે છે.કુટુંબ ના સભ્યો નું ભરણ પોષણ કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે ઉપર થી તેમને ભણાવવા નો ખર્ચો ઉઠાવી શકાય તેમ ન હોવા થી પ્રેમિલા ને પણ ભણવા માટે આશ્રમ શાળા માં મુકવા ની ફરઝ પડી હતી.તો બીજી તરફ આખા પરિવાર માં કમાનાર પોતે માત્ર એક જ વ્યક્તિ હોય હાલ તો દુઃખ ના દિવસો પસાર કરવા ની નોબત આવી પડી છે.તો આ તમામ બાબતો ને સાઈડ પર મૂકી દિકરી પ્રેમિલા ની સફળતા જોતા તમામ દુઃખો વિસરાઈ જવા નું પ્રેમિલા ના પિતા જણાવી રહ્યા છે સાથે જ આદિવાસી અને અતિ પછાત વિસ્તાર માં રહેતા શંકરભાઇ લોકો ને અપીલ કરી રહ્યા છે કે દીકરી ઓ ને આગળ આવવા  માટે શક્ય એ તમામ પ્રકાર ના પ્રયત્નો કરવા જોઈએ।એક તરફ વર્ષ ના 365 દિવસ માંથી માત્ર 10 દિવસ ઘરે આવતી પ્રેમિલા ને તો પિતા શંકરભાઇ દેશ માટે સોંપી દીધી છે પરંતુ આ પરિવાર ની દરકાર કરનાર કોઈ જણાઈ નથી રહ્યું ત્યારે હિમ્મત હાર્યા વિના શંકરભાઇ જણાવે છે કે દીકરી જિલ્લા-રાજ્ય અને દેશ નું નામ અચૂક રોશન કરશે.

પ્રેમિલા ના ઘર ની સ્થિતિ નો તાગ મેળવવા માટે ઝી 24 કલાક જયારે ઘોઘમ્બા તાલુકા ના બોર ગામે પહોંચ્યું તો આંખ સામે જે દૃષ્યો હતા તે જોઈ ને વિશ્વાસ જ ના કરી શકાય કે આ આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને દેશ ને મેડલ અપાવનાર પ્રેમિલા નું ઘર હશે.અરે ઘર તો દૂર ની વાત છે એના ઘર સુધી પહોંચવા માટે કોઈ રસ્તો પણ નથી જંગલ અને ખુલા મેદાનો ખેડી ને ભારે જહેમત બાદ પહોંચી શકાય છે પ્રેમિલા ના ઘરે.અત્યારે જો રસ્તા ની હાલત આવી છે તો સમજી શકાય છે જે સમયે પ્રેમિલા પ્રેક્ટિસ કરતી હશે તે સમયે [પ્રેમિલા ના ઘર અને રસ્તા ની હાલત કેટલી કફોડી હશે.અમે જયારે પ્રેમિલા ના ઘરે પહોંચ્યા ત્યારે નજર સામે એક કાચું મકાન દેખાયું જેની આસપાસ દૂર દૂર સુધી કશું જોવા નહોતું મળતું,વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે આ પ્રેમિલા બારીયા નું ઘર છે પણ વાસ્તવિકતા આ જ છે આ ઘર ની અંદર ના દૃશ્યો તો આનાથી પણ વધૂ ચોંકાવનાર હતા કારણ કે ઘર માં માત્ર ઉજ્જવલા યોજના ના ગેસ ચૂલા સિવાય અન્ય કોઈ મોંઘી ઘરવખરી જોવા ન મળી,અને સૌથી વધુ દુઃખ તો ત્યારે થયું.

જયારે પ્રેમિલા બારીયા એ પોતાની કારકિર્દી માં ખુબ જ સંઘર્ષ કરી મહેનત કરી દારુણતા નો સામનો કરી ઠગલા બંધ રાજ્યકક્ષા,રાષ્ટ્રીય કક્ષા અને આંતર રાષ્ટ્રીય કક્ષા ના મેડલ જીત્યા છે પરંતુ તેને મુકવા માટે પણ કોઈ જગ્યા જોવા ન મળી,પ્રેમિલા ની એક ટ્રોફી તો સ્પોર્ટ્સ શૂઝ સાથે કબાટ માં પડી હતી ત્યારે આવા દૃશ્યો જોઈ ખરેખર દુઃખ થાય કે આપના દેશ ને ગૌરવ અપાવનાર ખેલાડી ઓ પોતાના પરિવાર નો ત્યાગ કરી પરસેવો પાડી મહેનત કરી મેડલ લાવે અને તે કચરા પેટી માં કિલો ના ભાવે વેચાવા મુક્યા હોય તેમ મૂકી રાખવા પડે.પ્રેમિલા બારીયા પોતાની કારકિર્દી ની સફળતા ની વાત કરતા કરતા ઘર અને ગામ ની સ્થિતિ નું વર્ણન કરે છે  ત્યારે આ સ્થિતિ માં સુધાર આવે તેવી આશા સાથે સરકાર પાસે સ્થિતિ સુધારવા માટે સરકારી નોકરી ની આશા રાખી રહી છે તો સાથે જ પોતે દેશ માટે આગામી ઓલિમ્પિક માં મેડલ અપાવા નો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહી છે. તમામ સંઘર્ષો અને દુઃખ ના દિવસો પસાર કરી ને પ્રેમિલા બારીયા છેક આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી છે ત્યારે પ્રેમિલા સહીત તેના માતાપિતા ,કોચ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો અને સમગ્ર પંચમહાલ જિલ્લા વાસીઓ પ્રેમીલા ટોક્યો ઓલેમ્પીક મા મેડલ અપાવે તેવી આશા રાખી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news