શું છે 'પાર્ટીગેટ' સ્કેન્ડલ જેના કારણે બ્રિટિશ પ્રધાનમંત્રી જોનસનની ખુરશી પડી ખતરામાં
સોમવારે બ્રિટનની સંસદમાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન વિરુદ્ધ તેમની જ પાર્ટીના સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે છે. જો પ્રસ્તાવ પાસ થશે તો બોરિસ જોનસને ખુરશી છોડવી પડી શકે છે.
Trending Photos
લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન નવી મુશ્કેલીમાં મુકાયા છે. જોનસને પોતાની પાર્ટીના સાંસદોના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સોમવારે સાંજે પ્રધાનમંત્રી બોરિસ જોનસન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. તેમની કંઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ પાર્ટીગેટ સ્કેન્ડલને લઈને તેના પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે.
શું છે પાર્ટીગેટ?
નોંધનીય છે કે ડાઉનિંગ સ્ટ્રીટ એટલે કે પ્રધાનમંત્રી આવાસમાં જૂન 2020માં એક જન્મદિવસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે દેશમાં કડક લૉકડાઉન લાગૂ હતું પરંતુ આરોપ છે કે પીએમ બોરિસ જોનસને લૉકડાઉનના નિયમોનો ભંગ કર્યો. પ્રધાનમંત્રીએ પાર્ટી કરી અને પાર્ટીમાં આલ્કોહોલનો પણ ઉપયોગ થયો હતો. આ મામલાને લઈને બોરિસ જોનસનની ખુરશી ખતરામાં પડી છે.
વર્ષ 2019માં બોરિસ જોનસન બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા. 2019થી 2021 સુધી નાણામંત્રાલયમાં જૂનિયમ મંત્રી રહેલા પાર્ટીના એક નેતા જેસી નોર્મને કહ્યુ કે સત્તામાંરહેતા પ્રધાનમંત્રીએ જનતા અને પાર્ટી બંનેની બદનામી કરી છે. તો પાર્ટીના અન્ય નેતા વધતી મોંઘવારી અને યાત્રા સંબંધી વાતોને લઈને પણ વિરોધમાં છે.
હવે બોરિસ જોનસન વિશ્વાસમત હાસિલ ન કરી શકે તો તેમણે પ્રધાનંમત્રીની ખુરશી છોડવી પડશે. જો તે વિશ્વાસ મત જીતવામાં સફળ રહ્યાં તો એક વર્ષ માટે ખુરશી સુરક્ષિત થઈ જશે. પ્રધાનમંત્રી જોનસનને તેમના સ્વતંત્ર નીતિ સલાહકારે સલાહ આપી કે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમના પર દંડ કેમ ફટકારવામાં ન આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે