માતા-પિતા ચેતી જજો! અમેરિકામાં ફરીથી મળ્યો ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ, એક જ સપ્તાહમાં આવી ત્રીજી ઘટના

US News: અમેરિકાથી ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફરીથી એક  ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતના સમાચારે હચમચાવી દીધા છે. આ વિદ્યાર્થીનું નામ શ્રેયસ રેડ્ડી હોવાનું કહેવાય છે. આ અગાઉ હાલમાં જ 2 વધુ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

માતા-પિતા ચેતી જજો! અમેરિકામાં ફરીથી મળ્યો ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ, એક જ સપ્તાહમાં આવી ત્રીજી ઘટના

અમેરિકાથી ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફરીથી એક  ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતના સમાચારે હચમચાવી દીધા છે. આ વિદ્યાર્થીનું નામ શ્રેયસ રેડ્ડી હોવાનું કહેવાય છે. આ અગાઉ હાલમાં જ 2 વધુ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીના મોતની આ ત્રીજી ઘટના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રેયસ રેડ્ડી લિંડર સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતો હતો. 

મળતી માહિતી મુજબ આ ઘટના અમેરિકાના સિનસિનાટી શહેરની છે. વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયું તે અંગે જાણકારી મળી શકી નથી. આ મામલે હાલ તપાસ ચાલુ છે. ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે  ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીના મોતની પુષ્ટિ કરી છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા કહ્યું કે, "ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનીગીરીના નિધનથી અમે દુ:ખી છીએ. પોલીસ તપાસ ચાલુ છે. હાલ કોઈ પ્રકારની હિંસાનો શક નથી. દૂતાવાસ વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે અને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યું છે."

The Consulate continues to remain in touch with the family and is extending all possible…

— India in New York (@IndiainNewYork) February 1, 2024

હાલમાં જ થયા બે વિદ્યાર્થીઓના મોત
શ્રેયસ રેડ્ડી અગાઉ બે અન્ય ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. આ અગાઉ ઈન્ડિયાનામાં નીલ આચાર્ય નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે જોર્જિયામાં વિવેક સૈની નામના એક ભારતીય વિદ્યાર્થીની હત્યા થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news