આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કિંમત છે ફક્ત 2 કરોડ.. ખરીદવા માટે લગાવવી પડે છે બોલી

Most Expensive Fish: આજે તમને દુનિયાની સૌથી મોંઘી માછલી વિશે જણાવીએ. આ માછલીની કિંમત એટલી હોય છે કે તેને જાણીને આંખો ચાર થઈ જશે. આ માછલી હજારો કે લાખોમાં નહીં પરંતુ કરોડોમાં વેચાય છે. 

આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કિંમત છે ફક્ત 2 કરોડ.. ખરીદવા માટે લગાવવી પડે છે બોલી

Most Expensive Fish: દુનિયામાં લાખો લોકો એવા છે જે રોજ ભોજનમાં માછલીનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે બજારમાં માછલી 50, 60 કે વધુમાં વધુ 400 રૂપિયા કિલોના ભાવે મળે છે. પરંતુ આજે તમને દુનિયાની સૌથી મોંઘી માછલી વિશે જણાવીએ. આ માછલીની કિંમત એટલી હોય છે કે તેને જાણીને આંખો ચાર થઈ જશે. આ માછલી હજારો કે લાખોમાં નહીં પરંતુ કરોડોમાં વેચાય છે. 

આ પણ વાંચો:

એક રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી મોંઘી માછલી ટુના ફિશ છે. જે જાપાનમાં મળે છે. તેનું વજન 200 કિલોથી પણ વધારે હોઈ શકે છે અને તે 40 વર્ષ કરતાં વધારે સમય સુધી જીવિત રહે છે. જાન્યુઆરી 2023 માં જાપાનની રાજધાની ટોક્યોમાં 212 કિલો વજનની ટુના ફીશ મળી હતી. આ માછલીની બોલી લગાડવામાં આવી હતી. બોલીની શરૂઆત થયા પછી આ માછલી ખરીદવા માટે પણ આપણી થવા લાગી અને અંતે આ માછલી 2,73,000 અમેરિકન ડોલરે વેચાણી. એટલે કે આ માછલીની કિંમત 2 કરોડ 23 લાખ 42 હજાર રૂપિયા હતી. 

આ માછલી વ્હેલ  માછલી જેવી દુનિયાની સૌથી મોટી માછલીઓમાંથી એક છે. ટુના ફિશ ઉત્તરી ધ્રુવ સમુદ્રમાં અને પ્રશાંત મહાસાગરમાં મળી આવે છે. જોકે સૌથી મોટા આકારની ટુના માછલી પ્રશાંત મહાસાગરમાં જ મળે છે. આ માછલીને બ્લુ ફિન ટુના પણ કહેવાય છે. સામાન્ય રીતે આ માછલી સમુદ્રમાં ખૂબ ઊંડાઈએ કરતી હોય છે અને ઉપર ખૂબ ઓછી જોવા મળે છે. આ સિવાય દુનિયાના બીજા ભાગમાં મળતી ટુના માછલીને યલો ફીન ટુના કહે છે. આ માછલીનું વજન 70 કિલો આસપાસ હોય છે. 

શા માટે હોય છે ટુના સૌથી મોંઘી ? 

તમને જણાવી દઈએ કે આ માછલી આટલી મોંઘી હોય છે તેના એક નહીં ઘણા કારણ છે. સૌથી પહેલું અને મોટું કારણ છે કે તેનો સ્વાદ શાનદાર માનવામાં આવે છે. બીજું મોટું કારણ એ છે કે આ માછલીમાંથી વિટામીન એ, વિટામિન ડી, વિટામીન b6, b12, પ્રોટીન, ઓમેગા ફેટી એસિડ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. ત્રીજું કારણ એ છે કે આ માછલી ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે જેના કારણે તેની માંગ વધારે હોય છે અને માંગ પૂરી કરવામાં સમય વધુ લાગે છે જેના કારણે તેની કિંમત કરોડોમાં પહોંચી જાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news