CM નો કોરોના સામે 'વિજય', આજે સાંજે રાજકોટમાં કરશે મતદાન

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે તા.21 ફેબ્રુઆરી-2021ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જશે. મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે.

CM નો કોરોના સામે 'વિજય', આજે સાંજે રાજકોટમાં કરશે મતદાન

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે તા.21 ફેબ્રુઆરી-2021ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જશે. મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તદઅનુસાર મુખ્યમંત્રી આજે રવિવાર તા.21 ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે 5 થી 6 વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે  મતદાન માટે જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7 જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે. 

સાથે જ સીએમ રૂપાણીએ હોસ્પિટલના બિછાનેથી ગુજરાતની જનતાને વોટ આપવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મારી તમામ મતદારોને અપીલ છે કે, તેઓ લોકશાહીના આ પર્વમાં મોટી સંખ્યામાં મતદાન કરો. લોકશાહીના પર્વને સફળ બનાવો. સોશિય ડિસ્ટન્સિંગ અને માસ્કનો નિયમ પાળો. ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી સીએમ રૂપાણી હાલ અમદાવાદની યુએન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈનને અનુસરીને રાજકોટમાં મતદાન કરવા જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news