2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?

દુનિયામાં પાણીના ઉપયોગને લઈને ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. નવી સ્ટડી પ્રમાણે વર્ષ 2040 સુધી વિશ્વના 44 દેશોમાં પાણીની અત્યંત અછત સર્જાશે. તો 2025 સુધી 48 દેશોમાં લગભગ 2.8 અરબ લોકોને પીવાનું પાણી પણ નહીં મળે.

2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?

નવી દિલ્લી: માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી. આવું હાલમાં કરવાામાં આવેલ એક સ્ટડીમાં ડરાવવા માટે પૂરતું છે.

શું કહે છે નવી સ્ટડી:
નવી સ્ટડી પ્રમાણે વર્ષ 2040 સુધી 44 દેશોમાં પાણીની અત્યંત અછત સર્જાશે. તો 2025 સુધી 48 દેશોમાં લગભગ 2.8 અરબ લોકોને પીવાનું પાણી પણ નહીં મળે. તેની સાથે જ આગામી 2થી ત્રણ દાયકામાં મોટી જનસંખ્યા તેનાથી પ્રભાવિત થઈ જશે. જર્મનીમાં યુનિવર્સિટી ઓફ બોનના ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈકોનોમિક રિસર્ચમાં પ્રોફેસર ડોક્ટર યાનિસ મનિયાતિસ અને તેમના કેટલાંક વિદ્યાર્થીઓએ આ અંગે રિસર્ચ કર્યુ. તેનાથી સંબંધિત ડેટા પર લાંબા સ્ટડી પછી ટીમ આ પરિણામ પર પહોંચી. રિસર્ચરોનું માનવું છે કે દુનિયામાં મેડિટેરિયન દેશ પૃથ્વી પર પોતાના લોકેશનના કારણે દુષ્કાળના સૌથી વધારે રિસ્ક પર છે. છેલ્લાં 500 વર્ષના ઈતિહાસમાં યૂરોપ હાલના સમયમાં સૌથી લાંબા દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે.

2025 સુધી સ્થિતિ ખરાબ થવા લાગશે:
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2025 સુધી દુનિયાના 48 દેશોના 2.8 અરબ લોકોને પીવાનું પાણી નસીબ નહીં થાય. જ્યારે 2050 સુધી લોકોનો આ આંકડો 7 અરબ સુધી પહોંચી જશે. વર્તમાન સમયમાં દુનિયામાં સૌથી વધારે પાણીનો ઉપયોગ અમેરિકા અને પછી ગ્રીસમાં કરવામાં આવી રહ્યો છે. સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે મોટાભાગનું પાણી માત્ર સિંચાઈ જ નહીં પરંતુ અલગ-
અલગ વસ્તુઓ માટે કરવામાં આવે છે.

પાણીને બચાવવું ખૂબ જરૂરી છે:
પાણીને લઈને થયેલ સ્ટડીમાં દર્શાવવામાં આંકડા માણસો માટે ભયાનક જરૂર છે. પરંતુ જો પાણીના ખોટા ઉપયોગને રોકવા માટે દુનિયામાં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સ્થિતિ બદલાઈ શકે છે. જોકે પાણીને બચાવવા માટેની મુહિમ સૌથી પહેલાં પોતે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. આથી તમારે પણ એ જાણવું જરૂરી છે કે પાણીની કેવી રીતે બચત કરવી જોઈએ.

ઘરમાં પણ કેવી રીતે પાણી બચાવશો:
માણસ સૌથી વધારે પાણીનો વપરાશ ઘરમાં જ કરે છે. સામાન્ય રીતે હાથ ધોવા માટે અવારનવાર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી પાંચ લોકો હાથ ધોઈ શકે. જોકે આ માત્ર ઉદાહરણ છે. પરંતુ અવારનવાર લોકો ઘરમાં બિનજરૂરી પણ પાણીનો ખર્ચ કરતા રહે છે. તેને અટકાવવું બહુ જરૂરી છે. તેના માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને પાણીને કોઈપણ કામ વિના વેડફવું જોઈએ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news