કેનેડા જવાનું વિચારતા હોવ તો સાવધાન! કેનેડાએ કર્યું એવું કામ...ભારત સાથેના સંબંધોમાં કડવાશ વધી!

India-Canada Relations: કેનેડાએ સોમવારે ભારતના એક ટોચના ભારતીય રાજનયિકને નિષ્કાસિત કરી દીધા છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આ આરોપોને વિશ્વસનીય ગણાવ્યા છે કે ભારત સરકારનો કેનેડામાં એક શીખ  કાર્યકરની હત્યા સાથે સંબંધ હોઈ શકે છે.

કેનેડા જવાનું વિચારતા હોવ તો સાવધાન! કેનેડાએ કર્યું એવું કામ...ભારત સાથેના સંબંધોમાં કડવાશ વધી!

India-Canada Relations: કેનેડાએ સોમવારે ભારતના એક ટોચના ભારતીય રાજનયિકને નિષ્કાસિત કરી દીધા છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આ આરોપોને વિશ્વસનીય ગણાવ્યા છે કે ભારત સરકારનો કેનેડામાં એક શીખ  કાર્યકરની હત્યા સાથે સંબંધ હોઈ શકે છે. તેમણે સંસદમાં કહ્યું કે ખાલિસ્તાનના પ્રબળ સમર્થક શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની 18 જૂનના બ્રિટિશ કોલંબિયામાં એક શીખ સાંસ્કૃતિક કેન્દ્રની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ કેનેડાની ગુપ્તચર એજન્સીઓ આરોપોની તપાસ કરી રહી છે. 

ટ્રુડોએ સંસદને જણાવ્યું કે તેમણે ગત સપ્તાહ જી20માં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આ હત્યાકાંડનો મામલો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે ભારત સરકારની કોઈ પણ સંડોવણી અસ્વીકાર્ય હશે, આ સાથે જ તપાસમાં સહયોગ પણ માંગ્યો હતો. 

કેનેડાના વિદેશમંત્રીએ કહી આ વાત
કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડામાં ભારતીય ગુપ્તચર પ્રમુખને નિષ્કાસિત કરવામાં આવ્યા છે. જોલીએ કહ્યું કે જો આ સાચું ઠર્યું તો તે અમારા સાર્વભૌમત્વ અને દેશોના એકબીજા સાથે વ્યવહાર કરવાના સૌથી પાયાના નિયમનો મોટો ભંગ હશે. પરિણામ સ્વરૂપે અમે એક ટોચના ભારતીય રાજનયિકને નિષ્કાસિત  કરી દીધા છે. 

કેનેડાની સુરક્ષા એજન્સીઓ કરી રહી છે તપાસ
ટ્રુડોએ કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને કેનેડાના નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંબંધિત વિશ્વસનીય આરોપો પર સક્રિય રીતે કામ કરી રહી છે. કેનેડાના પીએમએ કહ્યું કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈ વિદેશી સરકારની કોઈ પણ સંડોવણી અમારા સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ભંગ છે. તેમણે કહ્યું કે સરકાર આ મામલે કેનેડાના સહયોગીઓ સાથે મળીને કામ કરી રહી છે અને સમન્વય કરી રહી છે. તેમણે કહ્યું કે કડક શબ્દોમાં હું ભારત સરકારને આ મામલાના મૂળ સુધી જવા માટે કેનેડાને સહયોગ કરવાનો આગ્રહ કરું છું. 

કેટલાક દેશોમાં ખાલિસ્તાન આંદોલનને સમર્થન
ખાલિસ્તાન આંદોલન ભારતમાં પ્રતિબંધિત છે. જ્યાં સરકાર તેને અને તે સંલગ્ન સંમૂહોને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ માને છે પરંતુ આ આંદોલનને હજુ પણ કેનેડા અને યુનાઈટેડ કિંગડમ જેવા દેશોમાં કઈક સમર્થન મળેલું છે જે મોટી સંખ્યામાં શીખ પ્રવાસીઓના ઘર છે. 

કેનેડાના વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન નામના એક સંગઠને જિજ્જરને ખાલિસ્તાનનો એક પ્રમુખ સમર્થક ગણાવ્યો. નિવેદનમાં કહેવાયું કે નિજ્જરે અનેક મહિના સુધી જાહેરમાં તેને જીવનું જોખમ હોવાની વાત કહી હતી અને કહ્યું હતું કે તે ભારતીય ગુપ્તચર એજન્સીઓના નિશાન પર છે.

વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
આ સમગ્ર મામલે વિદેશ મંત્રાલય તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડાએ ભારત સરકાર લગાવેલા આક્ષેપો પાયાવિહોંણા છે. ભારત સરકારે ખાલિસ્તાનીઓને સમર્થન આપવા માટે કેનડા પર આકરા પ્રહાર કર્યો. ભારતે કેનેડાને અપીલ પણ કરી કે ભારત વિરોધી તત્વો પર તુરંત કાર્યવાહી કરે કેનેડા સરકાર. નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે અમે કાયદાના શાસન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાવાળી એક લોકતાંત્રિક રાજનીતિ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news