Biden ના અંગત Blinken નું નિવેદન, વધુ નજીક આવશે ભારત-અમેરિકા
આજથી અમેરિકા (America)માં વહિવટીતંત્રના કામકાજનો ચહેરો બદલાઇ જશે. આ સાથે જ ભારત અને અમેરિકાના સંબંધો પર તેની શું અસર પડશે. આ ચર્ચા શરૂ થઇ જશે.
Trending Photos
વોશિંગટન: આજથી અમેરિકા (America)માં વહિવટીતંત્રના કામકાજનો ચહેરો બદલાઇ જશે. આ સાથે જ ભારત અને અમેરિકાના સંબંધો પર તેની શું અસર પડશે. આ ચર્ચા શરૂ થઇ જશે.
ભારત અને અમેરિકાના સંબંધ
રાજ્યના નામાંકિત સચિવ ટોની બ્લિંકન (Tony Blinken) એ ભારત-અમેરિકાના સંબંધોની જાણકારી સીનેટની વિદેશ સંબંધ સમિતિના સભ્યોને આપી. ટોની બ્લિંકન (Tony Blinken) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નવા ચૂંટાયેલા ભારતની નીતિનું સમર્થન કરે છે. ટોની બ્લિંકન (Tony Blinken) એ જણાવ્યું કે અમેરિકાના સંબંધ દ્વિદળીય સફળતા (Bipartisan Success) ની કહાની રહ્યા છે.
કેમ મહત્વપૂર્ણ છે બ્લિંકનનું નિવેદન
બ્યૂરોક્રેટ ટોની બ્લિંકન નવા ચૂંટાયેલા જો બાઇડેન (Joe Biden) ના ખૂબ વિશ્વાસુ ગણવામાં આવે છે. જ્યારે 2002માં જો બાઇડેન (Joe Biden) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે ટોની બ્લિંકનએ સીનેટની વિદશ સંબંધ સમિતિમાં (Joe Biden) બાઇડેન માટે કામ અક્રવાનું શરૂ કર્યું હતું. પછી ટોની બ્લિંકન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor) પણ રહ્યા.
બ્લિંકન (Tony Blinken) ના અનુસાર જો બાઇડેન ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોના પક્ષઘર છે. 2006માં જો બાઇડેન (Joe Biden) એ કહ્યું હતું કે 2020માં ભારત અને અમેરિકાના 2 સૌથી નજીકના દેશ હશે. બાઇડેન ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાકા ઓબામા (Barack Obama) ના બીજા કાર્યકાળમાં પણ ટોની બ્લિંકન Deputy Secretary of State રહ્યા હતા.
ટોની બ્લિંકનએ પીએમ મોદીની કરી પ્રશંસા
ટોની બ્લિંકનએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)ની પ્રશંસા કરી હતી. બ્લિંકનએ કહ્યું કે નરેન્દ્ર મોદી રિન્યૂબલ એનર્જી (Renewable Energy) અને વિભિન્ન ટેક્નોલોજીના મજબૂત સમર્થક રહ્યા છે. બ્લિંકને એ પણ કહ્યું હતું કે તેમને આશા છે કે ભારત અને અમેરિકા વિકાસના માર્ગે સાથે ચાલવામાં સક્ષમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે