ડોકલામ પાસે ગામ વસાવ્યું હોવાના ચીનના દાવાને ભૂટાને ફગાવ્યો, જાણો શું કહ્યું?
ભૂટાન (Bhutan) ના ડોકલામ વિસ્તારમાં એક ગામ વસાવવાને લઈને ચીની પત્રકાર દ્વારા કરાયેલા દાવાને ભૂટાને ફગાવી દીધો છે. ભારતમાં ભૂટાનના રાજદૂતે સ્પષ્ટ કર્યું છે કે ભૂટાનની અંદર ચીન (China) નું કોઈ ગામ નથી. અત્રે જણાવવાનું કે ચીની પત્રકાર શેન શિવઈએ ((Shen Shiwei) ) ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ચીને ડોકલામ (Doklam) વિસ્તારમાં એક નવું ગામ વસાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભૂટાન (Bhutan) ના ડોકલામ વિસ્તારમાં એક ગામ વસાવવાને લઈને ચીની પત્રકાર દ્વારા કરાયેલા દાવાને ભૂટાને ફગાવી દીધો છે. ભારતમાં ભૂટાનના રાજદૂતે સ્પષ્ટ કર્યું છે કે ભૂટાનની અંદર ચીન (China) નું કોઈ ગામ નથી. અત્રે જણાવવાનું કે ચીની પત્રકાર શેન શિવઈએ ((Shen Shiwei) ) ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ચીને ડોકલામ (Doklam) વિસ્તારમાં એક નવું ગામ વસાવ્યું છે.
ભૂટાનની અંદર કોઈ ચીની ગામ નથી
ZEE NEWSની સહયોગી ચેનલ WION સાથે વાત કરતા ભૂટાનના રાજદૂત મેજર જનરલ વત્સોપ નાગ્યાલ (Major General Vetsop Namgyel)એ સ્પષ્ટ રીતે આ દાવાને ફગાવ્યો અને કહ્યું કે, 'ભૂટાનની અંદર કોઈ ચીની ગામ નથી.'
વિવાદ વધ્યો તો પત્રકારે ટ્વીટ હટાવી દીધી
CGTN ન્યૂઝના સીનિયર પ્રોડ્યુસર શેન શિવઈએ ટ્વિટર પર ડોકલામમાં ચીન દ્વારા વસાવવામાં આવેલા ગામનો ફોટો શેર કર્યો હતો. મહત્વની વાત એ છે કે એ જગ્યા વર્ષ 2017માં ડોકલામમાં થયેલા વિવાદવાળી જગ્યાથી માત્ર 9 કિલોમીટરના અંતરે છે. જો કે જ્યારે વિવાદ વધ્યો તો પત્રકારે તસવીર હટાવી દીધી પરંતુ ત્યાં સુધીમાં તો પત્રકારની ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.
ચીનનો વિકાસ દેખાડવાનો હતો હેતુ
હકીકતમાં ચીની પત્રકાર આ ગામની તસવીર પોસ્ટ કરીને બતાવવા માંગતો હતો કે ડોકલામ પાસે ચીને કેવો વિકાસ કર્યો છે, પરંતુ તસવીર સામે આવતા જ ચીનની પોલ ખુલી ગઈ કારણ કે આ વિસ્તાર ભૂટાનની સરહદમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે